(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમને આંખે પાટા બાંધી વાહન ચલાવવાની ટેવ છે?

એક અનોખા વેબપેજ પર, વાહન ચલાવતી વખતે મેસેજ ટાઇપ કરવાથી ધ્યાન કેટલું ખોરવાય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો છે.

ભારતના રસ્તાઓ વાહન ચાલક અને રાહદારીઓ બંને માટે જોખમી છે. આપણાં શહેરોમાં રોંગસાઇડમાં આવતાં વાહનો અને વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાતચીત કરવાની લોકોની ટેવ અકસ્માતનું જોખમ વધારે છે. ઘણા શૂરવીરો (અને વીરાંગનાઓ!)ને બાઇક કે સ્કૂટર ચલાવતાં ચલાવતાં પણ મોબાઇલમાં વાત તો ઠીક, મેસેજ ટાઇપ કરવાની ટેવ હોય છે. આવી આદત તેમના પોતાના ઉપરાંત બીજા માટે પણ બહુ જોખમી બની શકે છે.

વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કેટલો જોખમી છે એ તદ્દન કોમન સેન્સનો મુદ્દો છે, પરંતુ તેની ગંભીરતા ન સમજાતી હોય તો આ એક વેબસાઇટ જોવા જેવી છે ઃ www.troyburchlaw.com/cards-of-distractibility (મૂળ આ એક વિદેશી લીગલ કન્સલ્ટન્સી કંપનીએ બનાવેલું વેબપેજ છે).

આ સાઇટ પર જતાં આપણે વાહનમાં કે વાહન પર હોઇએ ત્યારે દેખાય એ રીતે એક ખાલી રસ્તો જોવા મળે છે. પછી તરત આપણી નજર રોકી લેતો મોબાઇલ સ્ક્રીન બતાડાય અને તેમાં મેસેજ ટાઇપ કરવાનું કહેવામાં આવે છે. બોક્સમાં કર્સર મૂકતાં પૂછવામાં આવે છે કે શું તમને લાગે છે કે તમે વાહન ચલાવતાં ચલાવતાં કોઇને મેસેજ મોકલી શકો છો? સાથે કહેવામાં આવે છે કે રોડ પર નજર રાખતા રાખતા તમારા કોઈ મિત્રને મેસેજ મોકલવાનો પ્રયાસ કરી જુઓ. એ સાથે આપણે રોડ પર જોવા મળતી સાઇન્સ પર પણ ધ્યાન આપવાનું છે. ‘સ્ટાર્ટ’ બટન પર ક્લિક કરતાં આપણે મેસેજ ટાઇપ કરી શકીશું.

સાથે સાથે સ્ક્રીનની બંને તરફ જુદા જુદા માર્ગ સલામતીના સંકેતો જોવા મળશે. આપણે એના તરફ પણ ધ્યાન આપવાનું છે. થોડાક સમયમાં આ ‘ગેમ’નો સમય પૂરો થશે અને કેટલીક સાઇન બતાવીને પૂછવામાં આવશે કે તમે કઈ કઈ સાઇન જોઈ શક્યા? પ્રામાણિકપણે જેટલાં સાઇન બોર્ડ યાદ હોય તેને ટીક કરીને જવાબ આપતાં કેટલા સાચા જવાબ આપ્યા તે કહેવામાં આવશે.

અહીં સુધી તો વાત ઠીક છે પરંતુ ત્યાર પછી જે સ્ટેજ આવે છે તેનામાં વાહન ચલાવતાં ચલાવતાં મોબાઇલનો ઉપયોગ કેટલો જોખમી છે તે વિશેના આંકડા જોવા મળશે.

વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ જોખમી હોવાનું સૌ જાણે છે, છતાં કેટલાય લોકો ટુવ્હીલર પર પણ મોબાઇલમાં ટાઇપ કરતાં જોવા મળે છે!

વાહન ચલાવતી વખતે મોબાઇલ પર મેસેજ વાંચવા કે લખવા જતાં આપણી નજર અને આપણું ધ્યાન ઓછામાં ઓછી પાંચ સેકન્ડ માટે રસ્તા પરથી હટે છે. જો આપણું વાહન ૫૫ માઇલની ઝડપે જઈ રહ્યું હોય તો એટલા સમયમાં આપણે એક ફૂટબોલના મેદાન જેટલું અંતર કાપી નાખીએ. આટલું અંતર કાપવા માટે આપણે આંખા પાટા બાંધીને વાહન ચલાવીએ ખરા?

વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાથી લગભગ એવી જ સ્થિતિ સર્જાતી હોય છે.

આપણે ત્યાં આ પ્રકારના સર્વે પ્રમાણમાં ઓછા થાય છે, પરંતુ અમેરિકાના સર્વે કહે છે કે મોટા ભાગે યુવાનોમાં વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગની જોખમી આદત વધુ જોવા મળે છે.

એક સર્વેમાં ભાગ લેનારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાંથી અડધોઅડધે કબૂલ્યું હતું કે તેમને વાહન ચલાવતાં ચલાવતાં એસએમએસ કે ઈ-મેઇલ મોકલવાની આદત છે. તમને પોતાને, તમારા પરિવારને કે મિત્રોમાંથી કોઈને આવી આદત હોય તો માત્ર ભાષણથી એ કદાચ નહીં સમજે, આવી વેબસાઇટ પર તેમને લઈ જવાનો પ્રયાસ કરી જુઓ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!