(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેક્નોલોજી આપણે માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી

આ મહિને ‘સાયબરસફર’ નવ વર્ષ પૂરાં કરે છે અને આવતા મહિને તે દસમા વર્ષમાં પ્રવેશ કરશે. ‘સાયબરસફર’ની કોલમની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી એ ધ્યાને લેતાં, પાછલા બે દાયકાની બરાબર મધ્યમાં આપણી સફર શરૂ થઈ!

ગુજરાતી ભાષામાં માત્ર પર્સનલ ટેક વિષય પર કેન્દ્રિત આખેઆખું મેગેઝિન હોઈ શકે એ જ બતાવે છે કે આપણે એકવીસમી સદીમાં પ્રવેશ કરી ગયા છીએ!

પાછલા ફક્ત બે દાયકામાં આપણું જીવન ઘણી બધી રીતે બદલાયું છે. ‘સાયબરસફર’ના પાછલા ૧૦૦થી વધુ અંકોનાં કવરપેજ પર (વેબસાઇટમાં!) નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે પાછલા દાયકામાં આવેલાં મોટા ભાગનાં પરિવર્તનોને આપણે આ મેગેઝિનમાં વિસ્તૃત રીતે આવરી લીધાં છે.

ઘણી વાર એવું બન્યું છે કે આપણે સમયથી આગળ રહ્યા છીએ. જેમ કે હવે છેક જે મેઇનસ્ટ્રીમમાં આવી રહ્યો છે તે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના મુદ્દાને ‘સાયબરસફર’માં આપણે ચાર વર્ષથી સતત આવરી રહ્યા છીએ. ગૂગલની સર્ચ વ્યવસ્થામાં ફેરફારોની વાત હોય, ફેસબુકમાં આપણા ડેટાને જુદી નજરે તપાસવાની વાત હોય, અગાશીએથી અવકાશદર્શન કરાવતી અનોખી એપ્સની વાત હોય કે પછી ઇન્ટરનેટના ડેટા સ્ટોરેજથી લઈને પ્રાઇવસીનાં બારીક પાસાં સમજવાની વાત હોય, આપણે સતત તેજસ્વી ભાવિને ધ્યાનમાં રાખીને વાત કરી છે.

February-2012

પરંતુ આ અંક પૂરતી આપણે વિશેષ રીતે ભૂતકાળ તરફ વધુ નજર દોડાવી છે. ભૂતકાળનો ભાર લઈને જીવવું ન જોઈએ એ વાત સો ટકા સાચી, પણ ભૂતકાળનો આભાર તો ચોક્કસ માનવો જોઈએ!

પાછલાં વીસ વર્ષથી આપણે જે અસાધારણ પ્રગતિનો અનુભવ કરી રહ્યા છીએ, તેનાં મૂળમાં વર્ષોથી ચાલી રહેલી મથામણો રહેલી છે. તેની સાથોસાથ પાછલા બે દાયકામાં, રોિજંદા જીવનને સ્પર્શતી ટેક્નોલોજીમાં જે કંઈ બન્યું તે અને તે ઉપરાંત હજી વધુ જૂના ભૂતકાળમાં પણ ડોકિયું કર્યું છે. જોકે આપણી પ્રથા અનુસાર, સાથે આગામી સમય પર પણ નજર માંડી છે.

એના સિવાય, આ અંકના અન્ય બે મહત્ત્વના લેખ – ઓનલાઇન લોન એપ્સ તથા સેલ્સફોર્સ-સ્લેકની ડીલ વિશેના લેખ વાંચવા ખાસ ભલામણ. આ બંને લેખ બિલકુલ બે અલગ અલગ છેડાના લોકો માટેના છે.

આપણી આસપાસ નજર દોડાવીએ અને પરિચિતો સાથે જરા અમથી પૂછપરછ કરીએ તો સમજાય છે કે કોરોનાથી આર્થિક ભીંસમાં મૂકાયેલા કેટલા લોકો ‘ફટાફટ’ લોન આપતી એપ્સના ભરડામાં ફસાયા છે. તમે તમારે ત્યાં દૂધ કે કુરિયર આપવા આવતા લોકો, ચોકીદાર, ડ્રાઇવર વગેરે સાથે વાત કરશો અને તેમને આવી એપ્સનાં જોખમો વિશે સમજાવશો તો એ કાં આવી એપ્સમાં ફસાતાં બચશે અથવા ફસાયા હશે તો જલદી બહાર આવી શકશે.

એ જ રીતે, યંગ જનરેશનને પબ્જી ભારતમાં ક્યારે ફરી અવેલેબલ થશે કે પછી તેના વિકલ્પ જેવી ફૌજીનાં બધાં ફીચર્સ વિશે ખબર હોય, પણ સેલ્સફોર્સ કે સ્લેક જેવી સર્વિસ એક્ઝેક્ટલી શું છે એની ખબર ન હોય તો સ્થિતિ ચિંતાજનક છે. આ અંકમાં તેની પણ વાત કરી છે.

આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી જાણીએ એ પૂરતું નથી. ટેક્નોલોજી આપણા માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી!


– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!