(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ સર્ચમાં હજી વધુ માહિતી મળશે!

આપણી જિંદગી હવે ગૂગલ કેન્દ્રિત થઈ ગઈ છે. કોઈ પણ બાબત માટે જાણકારી મેળવવી હોય ત્યારે આપણે તેના વિશે ગૂગલિંગ કરીએ છીએ. પરંતુ એમ કરતાં જે સર્ચ રિઝલ્ટ્સ મળે તેના વિશે વધુ માહિતી મેળવવી હોય તો?

અત્યાર સુધી આપણી પાસે એક જ રસ્તો હતો – જે તે રિઝલ્ટની લિન્ક પર ક્લિક કરીને તે વેબપેજ પર જવું અને તેના વિશે વધુ જાણવું. હવે વાત થોડી વધુ સહેલી બનશે. ગૂગલે તેના સર્ચ એન્જિનમાં સર્ચ રિઝલ્ટના પેજ પર દેખાતા રિઝલ્ટ વિશે પણ વધુ માહિતી આપવાનું શરૂ કર્યું છે.

આ કારણે હવે આપણે જ્યારે કોઈ પણ બાબત વિશે ગૂગલમાં સર્ચ કરીશું ત્યારે તેના સર્ચ રિઝલ્ટ્સની જમણી બાજુએ ત્રણ ડોટનો મેનૂ આઇકન જોવા મળશે. તેને ક્લિક કરતાં ‘એબાઉટ ધીસ રિઝલ્ટ્સ’ નામનું ઇન્ફર્મેશન કાર્ડ ખુલશે જેમાં મુખ્યત્વે વિકિપીડિયા પરથી એ સર્ચ રિઝલ્ટ વિશે વધુ માહિતી આપવામાં આવશે. જેમ કે કોઈ વેબસાઇટના સર્ચ રિઝલ્ટ વિશે આપણે વધુ માહિતી મેળવવા ત્રણ ડોટ પર ક્લિક કરીશું તો વિકિપીડિયામાંથી એ વેબસાઇટ વિશેની ટૂંકી માહિતી દર્શાવવામાં આવશે. જો વિકિપીડિયા પર એ વેબસાઇટ વિશે માહિતી નહીં હોય તો અન્ય માહિતી દર્શાવવામાં આવશે. તેની સાથો સાથ એ પણ સ્પષ્ટતા કરવામાં આવશે કે આપણે જે જોઈ રહ્યા છીએ તે સર્ચ રિઝલ્ટ છે, કોઈ જાહેરાત નથી.

ગૂગલ અહીં પણ ચોખવટ કરે છે કે માત્ર જાહેરાતો પેઇડ હોય છે અને જ્યારે સર્ચ રિઝલ્ટમાં જાહેરાતો જોવા મળે ત્યારે તેના પર સ્પષ્ટ રીતે ‘સ્પોન્સર્ડ’ અથવા ‘એડ’નું લેબલ લગાવવામાં આવ્યું હશે.

એ ઉપરાંત એબાઉટ ધીસ રિઝલ્ટ્સ કાર્ડમાં આપણે એ પણ જોઈ શકીશું કે આપણે જે સાઇટની મુલાકાત લઈશું તે સલામત છે કે નહીં અને એ સાઇટ તથા આપણા બ્રાઉઝર વચ્ચે ડેટાની બધી આપલે એનક્રિપ્ટ થાય છે કે નહીં. આ સગવડ અત્યારે ડેસ્કટોપ, મોબાઇલ વેબ તથા એન્ડ્રોઇડની ગૂગલ એપમાં લોન્ચ કરવામાં આવી છે. શરૂઆતમાં તે માત્ર અંગ્રેજીમાં અને યુએસમાં ઉપલબ્ધ થઈ છે. પરંતુ ઝડપથી અન્ય ભાષાઓ અને દેશોમાં પણ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!