(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ શીટ્સમાં રો ફેરબદલ કરો

એક્સેલની જેમ, ગૂગલ શીટ્સમાં કામ કરતી વખતે ક્યારેક એવું બનતું હશે કે તમારે રો કે કોલમનું સ્થાન બદલવાની જરૂર ઊભી થાય. માની લો કે આઠમી રોમાંનો ડેટા પાંચમી રોના ક્રમે લાવવાનો થયો.

એમ કરવા માટે, સામાન્ય રીતે આપણે ચોથી રોની નીચે અને પાંચમી રોની ઉપર એક નવી ખાલી રો ઉમેરીએ, પછી આઠમી રો સિલેક્ટ કરી, તેને ત્યાંથી કટ કરીએ અને પેલી નવી ઉમેરેલી રો સિલેક્ટ કરી, તેમાં પેસ્ટ કરીએ. થોડો ટૂંકો રસ્તો રોને કટ કરી, નવી જગ્યાએ પેસ્ટ કરવાનો છે.

ગૂગલ શીટ્સ હજી વધુ સહેલો રસ્તો આપે છે! આપણે જોઈતી રો સિલેક્ટ કરીએ એટલે રોનો નંબર બતાવતી કોલમમાં કર્સરના સ્થાને હેન્ડ જોવા મળે અને આપણે રોને ડ્રેગ કરીને ઇચ્છીએ ત્યાં લઈ જઈ શકીએ!  તમે તમારી કંપનીનો સેલ્સ રિપોર્ટ બનાવી રહ્યા હો કે કોઈ વેબસાઇટનો સાઇટમેપ બનાવી રહ્યા ત્યારે રોને ડ્રેગ-ડ્રોપ કરવાની સગવડ બહુ કામ લાગશે. એક્સેલમાં પણ આવી સગવડ છે, પણ તેમાં વર્ઝન મુજબ થોડી ગૂંચવણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!