(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલની સર્વિસ કેમ ખોરવાઈ?

ગયા મહિને દુનિયાભરના અનેક લોકો એકાદ કલાક જેટલા લાંબા સમય માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહીં. આવું ગ્લોબલ આઉટેજ કેમ સર્જાયું?

કુદરતની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે એ તો માનવું જ રહ્યું! વર્ષ ૨૦૨૦ હજી શરૂ થયું હતું ત્યાં કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાવા લાગી, જુદા જુદા દેશોમાં લોકડાઉન થવા લાગ્યાં અને આપણને લાગ્યું કે આ સ્થિતિમાં ટકવું હોય તો ડિજિટલ ટેક્નોલોજી જ આપણો એક માત્ર તારણહાર છે. પછી વર્ષ ૨૦૨૦ પૂરું થવા આવ્યું ત્યારે ગૂગલ જેવું ગૂગલ ડાઉન થયું! લોકો લાંબા સમય સુધી પોતાના ગૂગલ એકાઉન્ટની મદદથી લોગ-ઇન થઈ ન શક્યા. પાણી વિના માછલી તરફડે એમ ગૂગલની એક્સેસ વિના તરફડતા લોકોને કુદરતે ભાન કરાવ્યું કે બોસ, છેલ્લો તારણહાર તો હું જ છું! બીજા કોઈને ભરોસે ન રહેતો!

શું થયું હતું?

ભારતીય સમય મુજબ ડિસેમ્બર ૧૪ની સાંજે ઘણા બધા લોકો પોતાના ગૂગલ એકાઉન્ટની ગૂગલની સર્વિસમાં સાઇન-ઇન થઈ શક્યા નહીં. આવું ૪૭ મિનિટ સુધી ચાલ્યું. આથી લોકોએ ટ્વીટર, ફેસબુક, વોટ્સએપ વગેરે પર પૂછપરછ શરૂ કરી કે માત્ર પોતાને આવું થાય છે બધાને થઈ રહ્યું છે? જો તમે પણ ગૂગલના ગ્લોબલ આઉટેજ દરમિયાન આવી તપાસ કરી હશે, તો તમે કદાચ માર્ક કર્યું હશે કે આપણે ગૂગલ પર પણ, ગૂગલ બંધ છે કે કેમ એ સર્ચ કરી શકતા હતા!

મતલબ કે આખેઆખું ગૂગલ ડાઉન નહોતું. તકલીફ માત્ર એટલી હતી કે આપણે ગૂગલની સર્વિસમાં લોગ-ઇન થઈ શકતા નહોતા. ઘણા લોકોને આમાં કોઈ મોટા સાયબર હુમલાની પણ શંકા ગઈ. હમણાં માઇક્રોસોફ્ટ કંપનીએ દુનિયા પર ‘કોઈ સરકાર-પ્રેરિત સાયબર હુમલાઓનો ખતરો’ તોળાઈ રહ્યો હોવાની ચેતવણી ઉચ્ચારી છે અને એ જ અરસામાં ગૂગલ ડાઉન થતાં આવી શંકા જાગવી સ્વાભાવિક હતી. જોકે વાસ્તવમાં કારણ બીજું જ હતું.

આવું કેમ થયું?

રોગનાં લક્ષણ જ રોગનું કારણ હતાં! આપણે ગૂગલની સર્વિસમાં લોગ-ઇન થઈ શકતા નહોતા એ લક્ષણ હતું અને ગૂગલ ઠપ્પ થવાનું કારણ પણ આપણા લોગ-ઇનના પ્રયાસો જ હતા.

ગૂગલે હવે ખાસ્સી ટેકનિકલ ભાષામાં આવું કેમ થયું તેની સ્પષ્ટતા આપી છે. આપણે સાદા શબ્દોમાં વાત કરીએ તો એમ કહી શકાય કે આપણે જે તકલીફનો રોજબરોજ સામનો કરીએ છીએ એનો અનુભવ ગૂગલને પણ થયો. જેમ આપણને પોતાના ફોનમાંની સ્ટોરજ અવારનવાર અપૂરતી લાગે છે એવું જ ગૂગલ સાથે પણ થયું. ગૂગલની સ્ટોરેજ કેપેસિટીએ એક તબક્કે દગો દઈ દીધો.

વાસ્તવમાં ગૂગલ દુનિયા આખીનો પાર વગરનો ડેટા સાચવીને બેઠી છે એટલે તેને સ્ટોરેજનો કોઈ પ્રશ્ન નથી, પણ તે પોતાની દરેક પ્રકારની સર્વિસ માટે નિશ્ચિત પ્રમાણમાં સ્ટોરેજ ફાળવતી હોય છે. દરેક ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થવા માટે ઓથેન્ટિકેશન ડેટા અલગ અલગ જગ્યાએ સ્ટોર થતો હોય છે. થોડા સમયથી ગૂગલે આ આખી વ્યવસ્થાને અપડેટ અને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે. પરિણામે ડેટા ડુપ્લિકેશન જેવી સ્થિતિ સર્જાઈ અને ઓથેન્ટિકેશન માટે જરૂરી સ્પેસ ન જળવાઈ. આથી ઓથેન્ટિકેશનની પ્રક્રિયા ખોરવાઈ ગઈ.

આપણે ચિંતા કરવી જોઈએ?

હા અને ના! આપણે પોતાનો બધો ડેટા ગૂગલ જેવી કંપનીઓને ભરોસે રાખી ન શકીએ, પણ આવી કંપનીઓ કરતાં પોતે વધુ સારી રીતે ડેટા સાચવી ન શકીએ એ પણ હકીકત છે! વાસ્તવમાં બધી ટેક કંપની અત્યંત વિસ્તૃત રીતે, બેકઅપ સાથે આપણો ડેટા સાચવતી હોય છે એટલે આવા કોઈ વારના ગ્લોબલ આઉટેજથી ખાસ ચિંતા કરવા જેવી નથી (ટેક કંપનીઓ પોતાના ડેટા સેન્ટર્સમાં આપણો ડેટા કઈ રીતે સાચવે છે એ વિશે આપણે ‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૮ અંકની કવર સ્ટોરીમાં વિગતવાર વાત કરી છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!