કોરોનાપ્રસાર પછીના વિશ્વમાં, કોઈ સ્થળે ભીડ એકઠી થાય તેમ હોય ત્યારે ત્યાં આવનારા લોકો કોરોના નેગેટિવ છે જ એવું સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. આમાં હવે ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે. આઇબીએમ કંપનીએ ‘ડિજિટલ હેલ્થ પાસ’ નામની એક વ્યવસ્થા વિક્સાવી છે, જે એક એપ આધારિત છે.
આ એપનો ઉપયોગ કરનારા લોકો કોરોના નેગેટિવ છે કે નહીં તે, આ એપ વિવિધ સ્રોતમાંથી ડેટા મેળવીને નક્કી કરશે. આ વ્યવસ્થામાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, આથી લોકોની પ્રાઇવસી જળવાઈ રહેશે. પછી જે તે યૂઝરનો એપમાં એક ક્યૂઆર કોડ જનરેટ થશે. સ્ટેડિયમ જેવી જગ્યાએ, આ ક્યૂઆર કોડ સ્કેન કરીને એ વ્યક્તિ ચોક્કપણે કોરોના નેગેટિવ છે એવું સાબિત થયા પછી જ તેને એન્ટ્રી મળી શકશે! હાલમાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરાયો છે.
