એપ્રિલ 10, 1943 : ફુલ્લી ઇલેક્ટ્રોનિક કમ્પ્યૂટર
આજના દિવસે અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાના સંશોધકોએ ‘ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટીગ્રેટર એન્ડ કમ્પ્યૂટર (ENIAC) તરીકે ઓળખાતા એક પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું, જે આગળ જતાં વિશ્વનું સૌથી પહેલું સામાન્ય હેતુ માટેનું, પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક કમ્પ્યૂટર બન્યું!
આ પહેલાં પણ કમ્પ્યૂટર જેવાં સાધનો તો વિક્સ્યાં હતાં, પણ તેમની સરખામણીમાં આ નવું સાધન લગભગ એક હજાર ગણી વધુ ઝડપે ગણતરીઓ કરી શકતું હતું! આ સાધન પછી તો આખા વિશ્વ માટે ઉપયોગી બનવાનું હતું, પણ ત્યારે તેનો ફક્ત લશ્કરી હેતુઓ માટે ઉપયોગ વિચારાયો હતો એટલે તેના સંશોધનનું કામ બિલકુલ ખાનગી રાહે આગળ ધપાવવામાં આવ્યું હતું. બીજું વિશ્ર્વયુદ્ધ પૂરું થયા પછી તેનું કામ પૂરું થયું અને અને ફેબ્રુઆરી ૧૯૪૬માં તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું.
મતલબ કે આજે આપણે રાતદિવસ જેની સામે ગાળીએ છીએ એ કમ્પ્યૂટરને વિક્સાવવાનું કામ પૂરાં ૭૮ વર્ષ પહેલાં શરૂ થયું હતું!
એપ્રિલ 11, 1985ઃ એપલમાંથી સ્ટીવ જોબ્સની વિદાય
સ્ટીવ જોબ્સે વિક્સાવેલાં સાધનોનો ઉપયોગ આપણે માટે જેટલો રોમાંચક છે એટલી જ રોમાંચક સ્ટીવની પોતાની જીવનયાત્રા રહી છે. સ્ટીવ જોબ્સે સ્ટીવ વોઝનિયાકના સાથમાં ૧૯૭૬-૭૭માં એપલની સ્થાપના કરી. ૧૯૮૦માં એપલ પબ્લિક કંપની બન્યા પછી, સ્ટીવ જોબ્સે અમેરિકાના ટોચના એક્ઝિક્યુટિવ જ્હોન સ્કલીને એપલમાં લાવવા સતત પ્રયાસ કર્યા. એ સમયે જ્હોન સ્કલી પેપ્સી કંપનીના સીઇઓ હતા.
એ સમયે, હજી ત્રીસીમાં પણ ન પહોંચેલા સ્ટીવ જોબ્સે તેમને કહ્યું હતું કે ‘‘તમારે આખી જિંદગી ખાંડવાળું પાણી વેચવું છે કે પછી મારી સાથે જોડાઈને દુનિયા બદલવી છે?’’
આખરે ૧૯૮૩માં જ્હોન સ્કલી એપલના સીઇઓ બન્યા. પછી બંને વચ્ચે મતભેદ થયા અને તેમણે સ્ટીવ જોબ્સને આજના દિવસે એપલ કમ્પ્યૂટરના મેકિન્ટોશ ડિવિઝનના વડા પદેથી ઉતરી જવાની ફરજ પાડી. છેવટે જોબ્સે કંપની જ છોડી.
જ્હોન સ્કલીના કાર્યકાળમાં એપલે જબરી પ્રગતિ કરી. એપલની આવક ૧૯૮૩થી ૧૯૯૩ દરમિયાન ૫૬૯ મિલિયનમાંથી ૮.૩ બિલિયન ડોલરે પહોંચી. જ્હોન સ્કલીની એપલમાંથી વિદાય પછી, સ્ટીવ જોબ્સ ૧૯૯૭માં એપલમાં પરત ફર્યા અને પછી એપલે ફરી નવા ઇતિહાસ સર્જ્યા!
એપ્રિલ 19, 1965ઃ ‘મૂરેઝ લૉ’ પ્રકાશિત થયોઇન્ટેલ કંપનીના સહસ્થાપક ગોર્ડન મૂરે ઇન્ટેલને કારણે તો જગવિખ્યાત બન્યા, પણ બીજી એક બાબતે પણ તેમને ખ્યાતિ અપાવી.
એમનો આ ‘નિયમ’ વર્ષો સુધી સાચો ઠર્યો. ગોર્ડન મૂરે એ પછી ૧૯૬૮માં ઇન્ટેલ કંપનીના સહસ્થાપક બન્યા અને ૨૦૦૫માં કંપનીએ પેલા મેગેઝિનનો એ એક અંક ખરીદવા ૧૦,૦૦૦ ડોલર ખર્ચ્યા હતા! |
એપ્રિલ 15, 1977ઃ પીસી ઇન્ડસ્ટ્રીની શરૂઆત
જગતના ટેક-કેપિટલ સાન ફ્રાન્સિસ્કોમાં આજના દિવસે ત્રણ દિવસના ‘વેસ્ટ કોસ્ટ કમ્પ્યૂટર ફેર’નો આરંભ અને ત્યારથી પર્સનલ કમ્પ્યૂટરની આખી ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ ફેરમાં એપલે એપલ-ટુ કમ્પ્યૂટર લોન્ચ કર્યું હતું, જેની મેમરી ૪થી ૬૪ કેબીની હતી!
એપ્રિલ 16, 1977ઃ પીસીનાં બે અલગ બિઝનેસ મોડેલ
આગળ જે ફેરની વાત કરી, તેમાં એપલની સાથે કોમોડોર નામની એક કંપનીએ પણ પર્સનલ કમ્પ્યૂટર લોન્ચ કર્યું. જોકે બંને કંપની જુદી જુદી રણનીતિ અપનાવી. એપલે કલર, ગ્રાફિક્સ અને સાઉન્ડ સાથેના પીસીને ૧૨૯૮ ડોલરમાં વેચવા મૂક્યું, તો કોમોડોરે મોનોક્રોમ ડિસ્પ્લેવાળું પીસી ૭૯૫ ડોલરમાં રજૂ કર્યું. મજાની વાત એ છે કે એક જમાનામાં સ્ટીવ જોબ્સ પોતાના પીસીને આ કંપનીને વેચી જેવા માગતા હતા, પણ કંપની માની નહીં. પછી કોનાં કમ્પ્યૂટર દુનિયા પર છવાયાં તે આપણે જાણીએ છીએ!
એપ્રિલ 18, 1983ઃ કમ્પ્યૂટરે કંપની ડૂબાવી
ઓસ્બોર્ન નામની એક કંપનીએ આજના દિવસે ‘ઓસ્બોર્ન એક્ઝિક્યુટિવ’ નામનું પોર્ટેબલ કમ્પ્યૂટર લોન્ચ કરવાની જાહેરાત કરી. આ પહેલાં લોન્ચ થયેલું ઓસ્બોર્ન-વન નામનું પીસી જબરજસ્ત સફળ રહ્યું હતું. થયું એવું કે નવા વર્ઝનની જાહેરાતને પગલે ડીલર્સ આગલા વર્ઝનના ઓર્ડર્સ ધડાધડ કેન્સલ કરવા માંડ્યા, કંપનીનો રોકડપ્રવાહ બંધ થયો, કંપનીનો આઇપીઓ કેન્સલ થયો અને છેવટે કંપનીએ નાદારી નોંધાવી!
એપ્રિલ 20, 1998ઃ વિન્ડોઝ 98ના ડેમોમાં લોચો
અત્યારે આપણને પીસીમાં સ્કેનર, પ્રિન્ટર વગેરે પ્લગ-એન્ડ-પ્લે કરવાની નવાઈ નથી, પણ આજના દિવસે, એક મોટી ઇવેન્ટમાં વિન્ડોઝ ૯૮ની આવી કેપેસિટીનો ડેમો આપવા પીસીને સ્કેનર સાથે પ્લગ-ઇન કરતાં જ પીસી ક્રેશ થયું હતું! ત્યારે બિલ ગેટ્સે હળવાશથી વાત વાળી લીધી હતી કે ‘‘આ જ કારણે અમે હજી વિન્ડોઝ ૯૮ સૌને આપી રહ્યા નથી.’’ એ લોચો કરનારા માઇક્રોસોફ્ટના ત્યારના એક્ઝિક્યુટિવ પછી તો કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા સુધી પહોંચ્યા.
એપ્રિલ 26, 1999ઃ ચેર્નોબિલ વાઇરસનો તરખાટ
આજના દિવસે ‘ચેર્નોબિલ’ નામે જાણીતા થયેલા વાઇરસે સમગ્ર એશિયા અને યુરોપનાં લાખો કમ્પ્યૂટર્સની હાર્ડ ડ્રાઇવ્સ સદંતર ભૂંસી નાખીને દુનિયાના સૌથી ખતરનાક વાઇરસની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું.
એપ્રિલ 25, 1996ઃ ડુ યુ યાહૂ?
આજે ટીવી પર ગૂગલ, એમેઝોન વગેરે ટેક કંપનીની ની વિવિધ સર્વિસની એડ્સ જોઈને આપણને નવાઈ લાગતી નથી, પણ એનો પાયો યાહૂએ આજના દિવસે નાખ્યો હતો, જ્યારે તેણે અમેરિકન ટીવી પર ‘ડુ યુ યાહૂ?’ લાઇન સાથે પોતાના સર્ચ એન્જિનની જાહેરાત શરૂ કરી હતી. એક સમયે ઇન્ટરનેટનો પર્યાય બની ગયેલી યાહૂ કંપનીનાં પછી સાવ વળતાં પાણી થયાં.
એપ્રિલ 23, 2005 : પહેલો યુટ્યૂબ વીડિયોયુટ્યૂબને હજી પંદર-સોળ જ વર્ષ થયાં એ માની શકો? આજના દિવસે, તેના સહસ્થાપક જાવેદ કરીમે આજે ‘મી એટ ધ ઝૂ’ નામે પહેલો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો, જે આજે પણ યુટ્યૂબ પર છે. માંડ ૧૮ સેકન્ડનો આ વીડિયો આજ સુધીમાં, પંદરેક કરોડ વાર જોવાઈ ચૂક્યો છે. જાવેદની પોતાની ચેનલ પર આના સિવાય બીજો કોઈ વીડિયો જ નથી!
તેમની પ્રેરણા ‘હોટ ઓર નોટ’ નામની એક સાઇટ હતી. આ સાઇટ પર લોકો સ્વેચ્છાએ પોતાની તસવીરો અપલોડ કરે અને બીજા લોકો તે આકર્ષક છે કે નહીં એવું રેટિંગ આપી શકતા હતા. ફેસબુકની સ્થાપના પહેલાં માર્ક ઝકરબર્ગે પણ આવી જ એક સાઇટ બનાવી હતી. પ્રેરણા ગમે તે હોય, ત્રણે મિત્રો એમના વિચારમાં આગળ વધ્યા અને તેમણે યુટ્યૂબની સ્થાપના કરી. ગૂગલે નવેમ્બર ૨૦૦૬માં યુટ્યૂબને ટેકઓવર કરી. કેટલા ડોલર ચૂકવીને? આશરે ૧.૬૫ અબજ ડોલર! અત્યારે યુટ્યૂબ પર દર મહિને, ૨ અબજથી વધુ લોકો લોગ-ઇન થઈને વીડિયો જુએ છે! |
એપ્રિલ 27, 1981ઃ કમર્શિયલ માઉસનો જન્મ
આજે, ઝેરોક્સ કંપનીએ તેના ‘ઝેરોક્સ ૮૦૧૦ સ્ટાર ઇન્ફર્મેશન સિસ્સમ’ નામની કમ્પ્યૂટર સિસ્ટમ કમર્શિયલી લોન્ચ કરી, ત્યારે પહેલી વાર તેમાં બે બટનવાળા માઉસનો ઉપયોગ થયો! જોકે આ કમ્પ્યૂટર્સ ખાસ ચાલ્યાં નહીં. ૧૯૮૩માં એપલે ‘લિસા’ નામે ને પછી ૧૯૮૪માં મેકિન્ટોશ કમ્પ્યૂટર લોન્ચ કર્યા પછી માઉસનું રાજ સ્થપાયું!
એપ્રિલ 28, 2003ઃ આઇટ્યૂન્સ મ્યુઝિક સ્ટોર લોન્ચ
એપલે ‘આઇટ્યૂન્સ’ લોન્ચ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની દુનિયા બદલી નાખી! સ્ટીવ જોબ્સનું ગણિત હતું કે સહેલી પસંદગી, સહેલો ઉપયોગ અને મસ્ત પર્ફોર્મન્સ આ ત્રણ મળે તો લોકો મફતમાં પણ ગેરકાયદે સોંગ્સ મેળવવાનું ટાળીને સોંગ્સ માટે ડોલર ખર્ચવા તૈયાર થશે. આ ગણિત એટલું સાચું ઠર્યું પહેલા અઠવાડિયે તેમાં ૧૦ લાખ ગીતો વેચાયાં. પછીનાં ૧૦ વર્ષમાં આ આંક ૨૫ અબજને ઓળંગી ગયો.
એપ્રિલ 30, 1993ઃ વર્લ્ડવાઇડવેબનો સોર્સ કોડ પબ્લિક
આજે આપણે સૌ જેટલી સહજતા અને સ્વતંત્રતાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ, તેનાં મૂળ આજના દિવસે નંખાયાં હતાં. વર્લ્ડ વાઇડ વેબ સોફ્ટવેર અને પ્રોટોકોલના સર્જક ટીમ બર્નર્સ લી એ સમયે ‘સર્ન’ (યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યૂક્લીયર રિસર્ચ)માં કામ કરતા હતા અને તેમની ભલામણથી સંસ્થાએ તેનો સોર્સ કોડ જાહેર કરી દીધો, જેથી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે કંપની લાઇસન્સ ફી ચૂકવ્યા વિના તેનો ઉપયોગ કરી શકે! એનાં મીઠાં ફળ આજે આપણે માણીએ છીએ!

આજના દિવસે, ‘ઇલેક્ટ્રોનિક્સ’ મેગેઝિનમાં ગોર્ડન મૂરેએ લખેલો એક લેખ પ્રકાશિત થયો, જેમાં તેમણે કહ્યું કે આવતાં ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી, ઇન્ટીગ્રેટેડ સર્કિટ્સમાં ટ્રાન્ઝિસ્ટર્સનું પ્રમાણ દર બે વર્ષે બમણું થતું જશે. એમનું એ માત્ર અનુમાન હતું, એને એમણે ‘નિયમ’ ગણાવ્યો નહોતો, છતાં એ બાબત નિયમ ગણાઈ! એમના મતે, કમ્પ્યૂટર્સની ક્ષમતા વધતી જશે અને સામે કિંમત ઘટતી જ જશે.
જાવેદ અને તેના બે મિત્રો ચાડ હર્લી અને સ્ટીવ ચેન પેપાલના એમ્પ્લોઈ હતા. એ બંનેના કહેવા પ્રમાણે તેમને ઓનલાઇન ડેટિંગ સર્વિસના વીડિયો વર્ઝન તરીકે યુટ્યૂબનો વિચાર આવ્યો હતો.