વિદેશોમાં વર્ષોથી ખાસ્સા લોકપ્રિય પેમેન્ટ ગેટવે પેપાલની ઇન્ટરનેશનલ ડિજિટલ મની ટ્રાન્સફર સર્વિસ ઝૂમમાં હવે ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સગવડ ઉમેરી દેવામાં આવી છે.
આ કારણે હવે અમેરિકા, કેનેડા તથા યુરોપમાં રહેતા બિનનિવાસી ભારતીયો તથા ભારતીય મૂળના લોકો ભારતમાં રહેતા પોતાના પરિવાર કે મિત્રોને સહેલાઇથી રકમ ટ્રાન્સફર કરી શકશે. પેપાલ ઝૂમના યૂઝર્સ ભારતની બધી અગ્રણી બેન્કસ સહિત કુલ ૬૬ બેન્કની મદદથી યુપીઆઈ આધારિત લેવડદેવડ કરી શકશે.
