(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંકડાકીય માહિતી અને નક્શાને સાંકળતી આ ટેક્નોલોજી બહુ ઉપયોગી છે.

આ પ્રશ્ન આપણે વીકિપિડીયાને પૂછીએ તો એ કહેશે કે ‘‘જીઓગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) એક કન્સેપ્ચ્યુઅલાઇઝ્ડ ફ્રેમવર્ક છે જે સ્પેસિયલ અને જીઓગ્રાફિક ડેટાને કેપ્ચર અને એનેલાઇઝ્ડ કરવાની સગવડ આપે છે.’’ ફિલ્મ ‘થ્રી ઇડિયટ’માં આમીર ખાને પ્રોફેસરને બુકની લાંબીલચક અને પૂરેપૂરી ટેકનિકલ ડેફિનેશન આપી હતી એ યાદ આવી ગઈ ને?!

જીઆઇએસ આમ જુઓ તો બહુ સાદી વાત છે અને આપણે માટે ઘણી બધી રીતે ઉપયોગી પણ છે. આ ટેકનોલોજી સતત વિસ્તરી રહી છે અને તેનો આપણા રોજિંદા જીવનને સ્પર્શતાં અનેક ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે.

સાવ સાદા શબ્દોમાં, કોઈ પણ વિસ્તાર અંગેની વિવિધ માહિતીને ડિજિટલ મેપ પર દર્શાવવામાં આવે અને જરૂરિયાત મુજબ આ બધા ડેટાને એકમેક સાથે સાંકળીને તેમાંથી અર્થો તારવવામાં આવે તે વ્યવસ્થાને જિયોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) કહે છે.

હમણા ચાલતા રસીકરણ અભિયાનને ધ્યાનમાં રાખીને એક ઉદાહરણથી વાત કરીએ.  આપણે જાણીએ છીએ કે સરકારે પહેલાં હેલ્થ વોરિયર્સને રસી આપવાનું અભિયાન ચલાવ્યું. તેની સાથોસાથ ૬૦ વર્ષથી ઉપરના વડીલોનો ડેટા એકઠો કરવામાં આવ્યો હતો અને હેલ્થ વોરિયર્સ પછી વડીલોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. પછી ૪૫થી વધુ ઉંમરના અને અન્ય બીમારીઓ ધરાવતા લોકોને રસી આપવાની શરૂઆત થઈ..

આ માટે સૌનો ડેટા એકઠો કરવામાં આવ્યો ત્યારે જુદા જુદા વિસ્તારમાં કેટલા હેલ્થ વોરિયર્સ છે, કેટલા વડીલો છે અને કેટલા અન્ય બીમારી ધરાવતા ૪૫થી વધુ ઉંમરના લોકો છે તેનો ડેટા એકઠો થયો હશે. એટલે કે આપણી પાસે બે પ્રકારના મહત્ત્વના ડેટા સેટ છે. એક વિસ્તાર અને બીજો નિશ્ચિત વર્ગના લોકોની સંખ્યા. હવે આ બધા લોકોને રસી આપવા માટે વિવિધ સરકારી અને ખાનગી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. એ ત્રીજો પ્રકારનો ડેટા સેટ થયો. કેન્દ્ર છે એટલે તેનું સરનામું પણ હોવાનું જ. હવે અસરકારક રીતે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ રીતે રસીકરણ ચલાવવું હોય તો તેમાં જીઆઇએસ સિસ્ટમ ઉપયોગી થઈ શકે.

Source: National Geographic Society

જીઆઇએસ શું છે એ વધુ સારી રીતે સમજવા માટે આપણે એકમેક પર ગોઠવેલા જુદા જુદા પારદર્શક કાચના લેયર્સની કલ્પના કરી શકીએ. આમાંથી એક લેયર ડિજિટલ મેપનું હોય અને બીજાં જુદાં જુદાં લેયર્સમાં, અલગ અલગ લોકેશન સંબંધિત અલગ અલગ પ્રકારનો ડેટા હોય. એટલે કે એક લેયરમાં આખા શહેરનો ડિજિટલ મેપ હોય. બીજા લેયરમાં શહેરમાં પથરાયેલાં રસીકરણ કેન્દ્રો દર્શાવેલાં હોય. ત્રીજા લેયરમાં વિસ્તાર મુજબ હેલ્થ વોરિયર્સની સંખ્યા, ચોથા લેયરમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા અને પાંચમા લેયરમાં ૪૫ વર્ષથી મોટા અને અન્ય બીમારી ધરાવતા લોકોની સંખ્યા દર્શાવી શકાય. આવાં લગભગ અનલિમિટેડ લેયર્સ ઉમેરી શકાય. રસીકરણનું કામ આગળ વધતું જાય તેમ તેમ દરેક પ્રકારના અને રસી મેળવી લીધી હોય તેવા લોકોની સંખ્યા દર્શાવતાં લેયર્સ ઉમેરી શકાય.

આ બધાં લેયર્સમાંથી આપણે ઇચ્છીએ તે લેયરને ચાલુ કે બંધ કરી શકીએ. આથી લોકેશન અને તેને સંબંધિત જુદા જુદા પ્રકારના ડેટાને નવી નજરે જોવાની તક મળે છે.  જો બધાં લેયર્સ એક સાથે ઓન રાખવાને બદલે, જરૂરિયાત મુજબનાં લેયર્સ ઓન કરતાં હાથ પરની બધી માહિતીને બહુ સ્પષ્ટ તરીકે સમજી શકાય અને એ મુજબ આગળના નિર્ણયો લઈ શકાય.

બીજું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતના ગીરના જંગલમાં ૨૦-૨૫ વર્ષ પહેલાં વૃક્ષોનું પ્રમાણ જેટલું હતું તેની સેટેલાઇટ ઇમેજીસનો ડેટા અને હાલની સ્થિતિની સેટેલાઇટ ઇમેજીસનો ડેટા જીઆઇએસમાં અલગ અલગ લેયર્સ સ્વરૂપે જોવામાં આવે તો ખ્યાલ આવી શકે કે સ્થિતિ બગડી છે કે સુધરી છે. એ ઉપરાંત, ગીરના કોઈ ચોક્કસ ભાગમાં સ્થિતિ બગડી હોવાનું ધ્યાનમાં આવે તો ત્યાં જ ફોકસ કરીને જરૂરી પગલાં લઈ શકાય.

આગ જેવી સ્થિતિમાં, નજીકના ફાયરસ્ટેશનથી આગના સ્થળે ફાયર ફાઇટર્સને ઝડપથી પહોંચાડવા માટે કયો રૂટ સૌથી ટૂંકો પડશે, કયા રૂટ પર ટ્રાફિક ઓછો હશે વગેરે નિર્ણયમાં જીઆઇએસ મદદરૂપ થઈ શકે.

મોટાં શહેરમાં ઝુંપડપટ્ટીઓમાં વિસ્તાર મુજબ લોકોની વસતી, જાહેર અને ઘરદીઠ શૌચાલયનું સ્થિતિ વગેરે ડેટાને જીઆઇએસમાં ફીડ કરવાં આવે તો તેનાથી કયા વિસ્તારમાં કેવાં પગલાં લેવાની જરૂર છે તેના નિર્ણય સહેલા બની જાય છે. આખા રાજ્યમાં વિસ્તાર મુજબ ભૂગર્ભજળની સ્થિતિ, વરસાદનું પ્રમાણ, લોકોની વસતી, ખેતીવાડીનું પ્રમાણ, સિંચાઈની સ્થિતિ, કેવા પ્રકારના પાક લેવામાં આવે છે વગેરે ડેટાને જીઆઇએસમાં ફીડ કરી, જુદાં જુદાં ડેટા લેયર્સને એકમેક સાથે સરખાવીને આગલાં પગલાં નક્કી કરી શકાય છે. આમ જીઆઇએસના બહુ વ્યાપક ઉપયોગ છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!