(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોન આપીને ફસાવતી એપ કઈ રીતે પારખશો?

યોગ્ય ધારાધોરણ અનુસારની, કાયદેસરની એપ્સ અને જોખમી એપ્સ અલગ તારવવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી.

ભારતમાં સમગ્ર નાણા તંત્ર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ હેઠળ ચાલે છે. બેન્ક અથવા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) રિઝર્વ બેન્કના લાયસન્સ હેઠળ લોન આપવાનું કામ કરી શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે ભારતમાં અત્યારે ૧૦,૦૦૦ જેટલી એનબીએફસી નોંધાયેલી છે. અહેવાલો કહે છે કે આમાંથી માત્ર ૮૦૦ જેટલી કંપની ૧૦૦ કરોડથી વધુની કુલ રકમની એસેટ ધરાવે છે.

સામાન્ય યૂઝર માટે મુશ્કેલી એ છે કે ભારતમાં રિઝર્વ બેન્કના ધારાધોરણો અનુસાર બિલકુલ કાયદેસર રીતે લોન આપતી કંપની અને એપ્સ કાર્યરત છે અને તેની સાથોસાથ કાયદામાંના છીંડાનો લાભ લેતી અનેક લેભાગુ એપ પણ કાર્યરત થઈ છે. તમારે ત્યાં કામ કરતા કે કુરિયર કે અન્ય ડિલિવરી પર્સન વગેરે સાથેની સાદી વાતચીતમાં સમજાશે આવી એપ્સની ભીંસ કેટલી વધી રહી છે.

આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ચીનમાં સંખ્યાબંધ કંપની આ પ્રકાર લોન આપવાનું કામ કરતી હતી, પરંતુ તેની કામગીરી પર ચીની સરકારે આકરાં નિયંત્રણો લાદ્યા પછી આ કંપનીઓએ ભારત જેવા અન્ય માર્કેટ તરફ નજર દોડાવી છે. ચાઇનીઝ મૂળ ધરાવતી આવી કંપની ભારતની એનબીએફસી સાથે જોડાણ કરીને ભારતના લોકોને લોન આપવાનું શરૂ કરે છે.

આ સ્થિતિમાં, કઈ એપ વિશ્વાસપાત્ર અને કઈ નહીં એ પારખવું મુશ્કેલ બની જાય છે.

આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ચીનમાં સંખ્યાબંધ કંપની આ પ્રકાર લોન આપવાનું કામ કરતી હતી, પરંતુ તેની કામગીરી પર ચીની સરકારે આકરાં નિયંત્રણો લાદ્યા પછી આ કંપનીઓએ ભારત જેવા અન્ય માર્કેટ તરફ નજર દોડાવી છે.

તમે ખરેખર સખત નાણાભીડ અનુભવી રહ્યા હો, બેન્ક જેવા સ્થાપિત અને વિશ્વાસપાત્ર સ્રોત તરફથી લોન ન જ મળી શકે તેમ હોય અને તમે ન છૂટકે ઇન્સ્ટન્ટ લોન એપ્સ તરફ નજર દોડાવી રહ્યા હો તો ખાસ સાવધ રહો.

ખાસ તો, લોન આપનાર એપ તમને ઓફર કરાતી લોન અને તેનો વ્યાજદર, પુનઃચુકવણીની શરતો વગેરેની પૂરતી અને સ્પષ્ટ વિગતો ન આપે તો એ એપને શંકાની નજરે જુઓ. આવી એપ્સમાં ઉઘરાણી એજન્ટ તરીકે કામ કરી ચુકેલા લોકો કહે છે કે આવી ઘણી એપ તેણે આપેલી લોનની બમણી રકમ વસૂલવાનું ટાર્ગેટ રાખતી હોય છે!

આ બધું ધ્યાનમાં રાખવા ઉપરાંત, બાજુમાં આપેલા બોક્સમાંની વિગતો પણ તપાસો.

એપમાં, સાઇટ પર અપૂરતી વિગતો

પ્લે સ્ટોરમાં એપના લિસ્ટિંગ પેજ પરથી એ એપ ભારતીય કાયદાનું પાલન કરતી સલામત એપ છે કે નહીં તે નક્કી કરવું થોડું મુશ્કેલ છે, પરંતુ કેટલાક સંકેતો આપણી મદદ કરી શકે છે. એપ વિશે અન્ય લોકોના અભિપ્રાયો અચૂક વાંચો. અંગ્રેજી અભિપ્રાય સમજાય નહીં તો તેને કોપી કરી translate.google.com પેજમાં પેસ્ટ કરીને ગુજરાતી કે હિન્દીમાં તેનું ભાષાંતર કરીને અભિપ્રાય સમજવાની કોશિશ કરો. એપ પેજમાં, અંતે કંપનીનું પૂરું સરનામું, ફોન નંબર તથા ફરિયાદ માટેની સંપર્ક વિગતો આપેલી છે કે નહીં તે તપાસો. આ વિગતો એપની વેબસાઇટ પર જઇને પણ તપાસો. વેબસાઇટના એડ્રેસ પહેલાં તાળાની નિશાની ન હોય કે યુઆરએલ https:// થી શરૂ ન થતું હોય તો આવી એપનો વિશ્વાસ ન કરો.

પેમેન્ટ હિસ્ટ્રી કે દસ્તાવેજોનો ઓછો આગ્રહ

લોન આપનાર કોઈ પણ બેન્ક કે નાણાકીય સંસ્થા સામાન્ય રીતે આપણી ઘણી બધી વિગતો તપાસ્યા પછી આપણને લોન આપતી હોય છે. લોન આપનાર, ઓનલાઇન એપ હોય તો પણ, તે આપણી કોઈ વિગતો કે ક્રેડિટ રિપોર્ટ તપાસ્યા વિના લોન આપવા માગે તો તેને શંકાની નજરે જુઓ. જો લોન આપનાર એપ યોગ્ય કાયદાઓનું પાલન કરતી હશે તો તે કોઈ પણ લોન આપતાં પહેલાં, તમારી ક્રેડિટ હિસ્ટ્રી તપાસવાનો આગ્રહ રાખશે તેમ જ કમ સે કમ આધાર કાર્ડ જેવા પુરાવા માગશે. લોન આપનાર એપ તમને લોન આપવાની ઉતાવળ બતાવે, કોઈ ડેડલાઇન આપીને લોન માટે એપ્લાય કરવાનો આગ્રહ રાખે તો એ પણ દાળમાં કંઈક કાળું હોવાની નિશાની હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!