(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયાનું પૈડું આપણા હાથમાંથી છટકી ગયું છે?

દીપાવલીના ખુશાલીના ઉજાસથી શોભતા, પ્રકાશમય દિવસો નજીક છે ત્યારે દેખીતું છે કે આપણા સૌનું ધ્યાન પ્રકાશ પર જ હોય, પરંતુ પ્રકાશનું મહત્ત્વ અંધકારને આભારી છે. અંધકાર છે, તો પ્રકાશ છે!

આ અંકમાં, આવા દીવા નીચેના અંધકારની વાત આલેખી છે.

આપણે સોશિયલ મીડિયાની ઉજળી બાજુથી ખાસ્સા પરિચિત છીએ – એને કારણે આપણને મિત્રો-સ્વજનોના ગાઢ સંપર્કમાં રહેવાની તક મળે છે. વોટ્સએપ પર ફેમિલી ગ્રૂપ્સ કેવા આપણને જીવન સાથે જોડી રાખે છે એ આપણે લોકડાઉન દરમિયાન બરાબર અનુભવી લીધું છે. અનેક લોકોને પોતાની સર્જનાત્મક્તા વધુ કેળવવાની, વધુ વિક્સાવવાની સોશિયલ મીડિયાને કારણે તક મળી છે. સોશિયલ મીડિયાએ આપણા જીવનને અનેક રીતે બહેતર બનાવ્યું છે એ વાતમાં કોઈ શંકા જ નથી.

તકલીફ એ છે કે આ દીવા નીચે પણ ગાઢ અંધારું છે!

દરેક સિક્કાની બે બાજુ હોય તેમ સોશિયલ મીડિયાની પણ બે બાજુ છે. સોશિયલ મીડિયાને આજની ઊંચાઈએ પહોંચાડનારા લોકો પોતે કહે છે કે તેઓ સોશિયલ મીડિયાની પહેલી, ઉજળી બાજુને ધ્યાનમાં રાખીને આગળ વધ્યા, પણ સમય જતાં ભૂલી ગયા કે આ સિક્કાની બીજી બાજુ પણ છે.

તેમનું એક જ લક્ષ્ય હતું અને છે – આપણને કેવી રીતે સોશિયલ મીડિયામાં વધુ ને વધુ પરોવાયેલા રાખવા. કારણ કે તેમની કમાણીનો બધો આધાર, આપણી સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિ પર હતો અને છે.

પરિણામે એક આંધળી દોટ શરૂ થઈ. આડ અસરો કેવી થશે તેનો વિચાર કર્યા વિના, ગમે તે ભોગે લોકોને સોશિયલ મીડિયા પર જકડી રાખવાની દોટ.

આજના જમાનામાં બાળકોએ લગભગ ક્યારેય ખુલ્લા રસ્તે કે મેદાનમાં પૈડાં ફેરવવાની મજા માણી નહીં હોય, પણ જો તમે એ મજા માણી હશે તો તમારો અનુભવ હશે કે આપણે જોશમાં ને જોશમાં પૈડાને જરા વધુ દોડાવી મૂકીએ તો એક સમય એવો આવે જ્યારે આપણે પાછળ રહી જઈએ અને પૈડું આપણા હાથમાંથી છટકીને આગળ જતું રહે. આગળ જઈને એ છેવટે ધીમું થઈ, નીચે પડે ત્યારે આપણામાં એટલા પણ હોશ રહ્યા ન હોય કે ત્યાં જઈને પૈડું પાછું ઉપાડીએ.

સોશિયલ મીડિયામાં કંઈક આવું થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા કંપનીઓએ ટેક્નોલોજીનું પૈડું એટલું દોડાવ્યું છે કે હવે તે તેમના હાથમાંથી છટકી ગયું છે. પાછું, આ પૈડાને આપણે પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી તાકતવર બનાવ્યું છે એટલે સમય સાથે આ પૈડું પોતાની મેળે અટકે એવું પણ નથી.

નેટફ્લિક્સની ‘ધ સોશિયલ ડાઇલેમા’ ડોક્યુમેન્ટરી વિશેની આ અંકની કવર સ્ટોરી તમને ચોક્કસ અંદરથી હલબલાવી દેશે, પણ એ જ આ ડોક્યુમેન્ટરી અને આ લેખનો આશય છે. સોશિયલ મીડિયા ચોક્કસ સરસ છે, પણ એ આપણા અંકુશમાં રહે ત્યાં સુધી!


‘સાયબરસફર’માં હંમેશાં ટેક્નોલોજીના સ્માર્ટ કરતાં પણ વિશેષ, સમજભર્યા ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લેખનો હેતુ એ જ છે.

આ વર્ષની દીવાળી, આપણા સૌના જીવનમાં ખરેખરો ઉજાસ લાવે એવી પ્રાર્થના.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!