નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં હવે ઓટો પેની નવી સુવિધા લાવી રહી છે.
જેમ આપણે વિવિધ સર્વિસ પર આપણા ક્રેડિટ કાર્ડની વિગતો આપીને ઓટો રિન્યુઅલની સુવિધાનો લાભ લઈ શકીએ છીએ અને નિશ્ચિત સમયે આપણે કોઈ પગલાં લીધાં વિના ક્રેડિટ કાર્ડમાંથી જરૂરી રકમ કપાઈ જાય છે તેવી જ રિકરિંગ ઓનલાઇન પેમેન્ટની સુવિધા હવે યુપીઆઈમાં મળશે. શરૂઆતમાં આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં રૂા. ૨૦૦૦ સુધીનો ઓટોમેટિક પેમેન્ટની સાયકલ ગોઠવી શકીશું. રૂા.૨૦૦૦થી વધુની રકમ માટે આપણે દર વખતે યુપીઆઈ પીન આપવાનો રહેશે.
મોબાઇલ બિલ, મ્યુચ્યુઅલ ફંડ, લોન પેમેન્ટ, ઇએમઆઇ, ઇન્સ્યોરન્સ પ્રિમિયમ, ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન વગેરે માટે આ ઓટો પે ફિચર ઉપયોગી થશે. આ માટે યુપીઆઈ એપ્સમાં હવે ‘મેન્ડેટ’ સેકશન જોવા મળશે જેમાં આપણે રેગ્યુલર પેમેન્ટ્સ માટે વિવિધ સર્વિસ પસંદ કરી શકીશું.

