દરેક મોટી ટેકનોલોજી કંપની તેની પ્રોડક્ટમાં ખામી શોધી આપનારને મોટું ઇનામ આપતી હોય છે.વેબ
હમણા ભારતમાં એક સિક્યોરિટી રિસર્ચરને એપલ તરફથી આવું એક લાખ ડોલર એટલે કે આશરે ૭૫.૫ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું! ભાવુક જૈન નામના આ રિસર્ચરની ઉંમર હજી માત્ર ૨૭ વર્ષ છે. ભાવુકે એપલની એકાઉન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમમાં એક ખામી શોધી હતી.
ઝીરો ડે વલ્નરેબિલિટી તરીકે ઓળખાતી આ ખામીને કારણે ડ્રોપબોક્સ, સ્પોટીફાય કે એરબીએનબી જેવી વિવિધ થર્ડ પાર્ટી એપ્સમાં એપલના એકાઉન્ટથી સાઇનઇન થનાર યૂઝરના એકાઉન્ટમાં હેકર ઘૂસી શકતા હતા. એપલે હવે આ ખામી સુધારી લીધી છે. ભાવુક જૈન ઇલેકટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી ધરાવે છે.

