(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોન અને લેપટોપમાં વોઇસ ટાઇપિંગ

લાંબા સમયથી આખી દુનિયા ધીમે ધીમે વોઇસ ટાઇપિંગ તરફ આગળ વધી રહી છે. અગાઉના સમયમાં વ્યસ્ત અધિકારીઓની મદદમાં સ્ટેનોગ્રાફર રહેતા હતા જે સાહેબ પાસેથી ડિક્ટેશન લઇને તેને ડોક્યુમેન્ટ સ્વરૂપે ટાઇપ કરી આપતા હતા. હવે એ જ કામ સ્માર્ટ ડિવાઇસીસ કરવા લાગ્યાં છે.

જો તમે સ્માર્ટફોનમાં વોઇસ ટાઇપિંગ કરવા માગતા હો તો તેમાં ગૂગલનું જીબોર્ડ ઇન્સ્ટોલ કરી લેવાથી કામ સહેલું બનશે. એ પછી ગૂગલ ડ્રાઇવ કે જીમેઇલ કે ફેસબુક કે વોટ્સએપ જેવી કોઈ પણ જગ્યાએ ટેક્સ્ટ ટાઇપ કરવા માટે ટેક્સ્ટ બોક્સમાં કર્સર મૂકશો ત્યારે જીબોર્ડમાં જમણી તરફ ઉપર માઇક્રોફોનનું બટન જોવા મળશે. એને ક્લિક કરીને તમે જે કંઈ બોલશો એ ટેકસ્ટ સ્વરૂપે સ્ક્રીન પર ટાઇપ થતું જશે.જાતે અનુભવ કરીને તમે જોશો તો જણાશે કે આ રીતે અંગ્રેજી ઉપરાંત હિન્દી અને ગુજરાતીમાં પણ ઘણી સરસ રીતે વોઇસ ટાઇપિંગ થઈ શકે છે. ફક્ત કોમા, ફૂલસ્ટોપ, ક્વેશ્ચેન માર્ક વગેરે નિશાનીઓ કરવામાં થોડી મુશ્કેલીઓ પડશે.

જો તમે લેપટોપમાં માઇક્રોસોફ્ટ વર્ડનું લેટેસ્ટ વર્ઝન ધરાવતા હો તો તેમાં પણ ડિક્ટેશન આપીને વોઇસ ટાઇપિંગ થઈ શકે છે. એ માટે વિન્ડોઝ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી સેટિંગ્સમાં ટાઇમ એન્ડ લેંગ્વેજ અને તેમાં સ્પીચના સેટિંગ્સમાં જાઓ અને તમારું લેપટોપનું માઇક્રોફોન સેટઅપ કરી લો. આ પછી વર્ડમાં મથાળાની રિબનમાં માઇક્રોફોનની નિશાની પર ક્લિક કરીને તમે વોઇસ ટાઇપિંગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!