હમણાં બહાર આવ્યું છે કે આપણે જ્યારે ગૂગલ ક્રોમમાં આપણો ડેટા તથા કૂકિઝ ઓટો ડિલીટ કરવાનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે આપણી સૂચના અનુસાર ગૂગલ આપણાં બ્રાઉઝિંગનો બધો ડેટા ડિલીટ કરે છે.
પણ બે સર્વિસ સિવાય – ગૂગલ તેની પોતાની ગૂગલ.કોમ અને યુટ્યૂબનો ડેટા ડિલીટ કરતી નથી. આ આપણી પ્રાઇવસીનું દેખીતું ઉલ્લંઘન છે. જોકે ગૂગલે એવો ખુલાસો કર્યો છે કે ક્રોમમાંની એક ખામીને કારણે આવું થાય છે અને તે પોતાની કંપનીને કોઈ જાતની લાભ આપતી નથી. ગૂગલની સ્પષ્ટતા અનુસાર તે આ ખામી સુધારવા પર કામ કરી રહી છે.
