(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જુઓ સૌથી વિશાળ પેનોરમા

જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ ડિટેઇલ્સ શાર્પ આવે.

હવે વિચારી જુઓ કે જે ફોટોગ્રાફને ૩૦૦ ડીપીઆઇના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કરવાનો થાય તો આખા ફૂટબોલના મેદાન જેવડો પેપર જોઈએ, એ ફોટોગ્રાફની ડિજિટલ સાઇઝ કેટલી વિશાળ હશે અને એ ફોટોને કમ્પ્યુટરના સ્ક્રીન પર જોઈએ તો તેમાં કેટલી ઝીણવટભરી વિગતો જોઈ શકાય?

આ બંને સવાલના જવાબ મેળવવા આપણે જવું પડે આ  વેબસાઇટ પર : http://www.in2white.com/

સૌથી વિશાળ પેનોરમાનો નવો વિશ્વવિક્રમ સર્જનાર આ ફોટોગ્રાફ ફિલિપ્પો બ્લેન્જિની નામના એક ઇટાલિયન ફોટોગ્રાફર અને તેમની પત્ની તથા અન્ય પ્રોફેશનલ્સની ટીમે તૈયાર કર્યો છે.

ફિલિપ્પો મૂળ તો સિવિલ એન્જિનીયર છે અને યુરોપના સૌથી મોટા પર્વત મોન્ટ બ્લાન્ક પરના એક રોપવે પ્રોજેક્ટમાં સુપરવાઇઝર તરીકે તેઓ કામ કરતા હતા. મોન્ટ બ્લાન્ક પર્વત પ્રત્યેનો લગાવ, ફોટોગ્રાફીનો બેહદ શોખ અને ટેક્નોલોજીમાં ઊંડો રસ, આ બધું ભેગું થયું.

ફિલિપ્પો લખે છે કે તેમણે મોન્ટ બ્લાન્કની અનેક તસવીરો લીધી છે, પણ ક્યારેય આ વિશાળ પર્વતમાળાની ભવ્યતાને પૂરો ન્યાય આપ્યાનો સંતોષ થતો નહોતો. એક દિવસ, પત્ની એલેસાન્ડ્રા સાથે વાત કરતી વખતે ઝબકારો થયો, પોતાના પેશન, ટેક્નોલોજી અને ફોટોગ્રાફીનો સુમેળ કરીને આ પર્વતને સૌથી અનોખી અંજલી આપવી.

ફિલિપ્પો અને એલેસાન્ડ્રા કામે લાગ્યાં, વિશ્વભરમાંથી અલગ અલગ કંપનીઓ અને પ્રોફેશનલ્સની મદદ મેળવી અને તેમાંથી સર્જાયો આજની તારીખનો વિશ્વનો સૌથી વિશાળ પેનોરમા. તેમની ટીમે ૩૫૦૦ મીટરની ઊંચાઈએ બર્ફીલી પર્વતમાળા ખૂંદી. માઇનસ ૧૦ ડિગ્રી સે. જેટલી ઠૂંઠવી નાખે એવી ઠંડીમાં રોજ એકાદ કલાક જેટલું ચાલીને, ગ્લેશિયરની વચ્ચે પહોંચીને તેમણે લોકેશન પસંદ કર્યાં.

 દરમિયાન હાઇ-ટેક કેમેરાથી સમગ્ર પર્વતમાળાના ૭૦,૦૦૦ જેટલા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. તેને સ્ટોર કરવા માટે ૧૨૮ જીબી એસડી કાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ બધાનો ૪૬ ટેરાબાઇટ્સનો ડેટા થયો, જેને બે મહિના સુધી પ્રોસેસ કરીને છેવટે ૩૬૫  ગીગાપિક્સેલનો પેનોરમા તૈયાર કરવામાં આવ્યો!

આ નવી ઇમેજનું રેઝોલ્યુશન ૮ મેગાપિક્સેલના આઇફોન ૬થી લઈ શકાતી ઇમેજ કરતાં ૪૫,૦૦૦ ગણું વધુ છે.

આપણે આ પેનોરમા પ્રોજેક્ટની વેબસાઇટ પર જોઈ શકીએ છીએ. તમે માઉસ કે આંગળીથી ઇમેજને ફેરવીને ૩૬૦ ડિગ્રીનો વ્યૂ તપાસી શકો છો અને ઝૂમ કરતા જશો તેમ તેમ ફોટોગ્રાફની ડિટેઇલ્સ સ્પષ્ટ થતી જશે. તમે જ્યારે આ પેનોરમાનો ખૂણેખૂણો તપાસશો તો તેમાં એક ઇગલ અને ૨૦ પર્વતારોહકોની શોધખોળ પણ કરી શકો છો?


(‘સાયબરસફર’ના જુલાઈ ૨૦૧૫ના લેખમાંથી ટૂંકાવીને. આખો લેખ વાંચો અહીં)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!