ગૂગલ મેપ્સમાં અમિતાભ બચ્ચન આપણું માર્ગદર્શન કરે તેવી શક્યતા છે. અમિતજીના અવાજમાં કેટલુંક રેકોર્ડિંગ કરાશે અને પછી ટેક્નોલોજીના જાદુથી તેમના અવાજમાં સૌને લાઇવ માર્ગદર્શન મળશે!
- ગૂગલ મેપ્સમાં નેવિગેશન વખતે કોવિડ-૧૯ સંબંધિત એલર્ટ્સ ઉમેરાશે.
- વેઈ કપનીએ શરીરનું ટેમ્પરેચર માપી આપતું સેન્સર તેના સ્માર્ટફોનમાં ઉમર્યું!
- હવે ફેસબુકમાં એપમાં પણ ડાર્ક મોડ આવી રહ્યો છે.
- ગૂગલ સર્ચમાં કઈક સર્ચ કર્યા પછી આપણે કોઈ વેબપેજ પર જઈએ, ત્યાં આપણી સર્ચને સંબંધિત કન્ટેન્ટ ઇલાઇટ કરવાનું ગૂગલે શરૂ કર્યું છે.
- ટેલિગ્રામ એપમાં હવે વીડિયો એડિટ કરવાની સુવિધા પણ ઉમેરાઈ છે.
- ગૂગલ મીટમાં હવે એઆઇની મદદથી, આસપાસનો અવાજ ઓછો કરી શકાય છે.
- વોટ્સએપ યૂઝરના નંબર સર્ચ એન્જિનમાં મળી શકતા હતા, એ ખામી વોટ્સએપ તાબડતોબ સુધારી લીધી છે.
