એપલ કંપનીએ પોતાનાં કમ્પ્યૂટર્સ માટે તેનાં પોતાનાં પ્રોસેસર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રીતે તે વિશ્વની પહેલી કમ્પ્યૂટર કંપની બની છે જે પ્રોસેસર્સ પણ પોતે બનાવશે.
અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે કમ્પ્યૂટરના હાર્ડવેર જુદી જુદી કંપનીના કોમ્પોનન્ટના બનેલા હોય. પ્રોસેસરની વાત આવે ત્યારે મુખ્યત્વે ઇન્ટેલ અને એએમડી કંપનીના પ્રોસેસરનો ઉપયોગ થતો આવ્યો છે. હવે એપલ કંપનીએ તેના મેક કમ્પ્યૂટર્સની નવી રેન્જ માટે પોતે જ એમ૧ પ્રોસેસર્સ બનાવવાની જાહેરાત કરી છે. તેની સાથોસાથ મેક કમ્પ્યૂટર્સમાં નવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થશે.
આ કારણએ મેક કમ્પ્યૂટર હવે મોબાઇલ ડિવાઇસ જેવું જ કામ આપશે અને તેમાં આઇફોન કે આઇપેડની જેમ એપ્સ ચલાવી શકાશે.
