જો તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટ આઉટલુકનો ઉપયોગ કરતા હો પણ સ્માર્ટફોનમાં ગૂગલ કે સેમસંગના કેલેન્ડરનો ઉપયોગ કરવા માગતા હો તો અત્યાર સુધી આ વાત મુશ્કેલ હતી, હવે તેનો ઉપાય મળ્યો છે.
માઇક્રોસોફ્ટની જાહેરાત અનુસાર હવે એન્ડ્રોઇડ માટેની આઉટલૂક એપને ગૂગલ અને સેમસંગ કેલેન્ડર સાથે સિંક કરી શકાય છે. આથી આઉટલૂકમાં કોઈ ઇવેન્ટ ક્રિએટ કરો તો એ ગૂગલ કે સેમસંગના કેલેન્ડરમાં દેખાશે, એ જ રીતે ગૂગલ કે સેમસંગ કેલેન્ડરમાં ક્રિએટ કરેલી ઇવેન્ટ્સ આઉટલૂકમાં જોઈ શકાશે તેમ જ એડિટ પણ કરી શકાશે. આ માટે તમારે પ્લેસ્ટોરમાંથી આઉટલૂકનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે અથવા તેને અપડેટ કરવું પડશે.
