(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જો તમને ભાષામાં રસ હોય તો તમે બે શબ્દ બરાબર જાણતા હશો ‘ડિક્શનરી’ અને ‘થિસોરસ’.

ડિક્શનરી એટલે એવો ગ્રંથ જેમાં આપણે એક ભાષાના શબ્દોના અર્થ એ જ અથવા બીજા ભાષામાં જાણી શકીએ. જ્યારે થિસોરસ એટલે એવો ગ્રંથ જેમાં એક શબ્દ સાથે જુદી જુદી ઘણી રીતે સંબંધ ધરાવતા અન્ય શબ્દો આપણે જાણી શકીએ.

આમ તો ભાષાને અને કલ્પનાને સીધો સંબંધ છે. જુદા જુદા શબ્દો આપણા મનમાં ઊગે અને જો આપણી કલ્પનાશક્તિ પણ જોર કરતી હોય તો એ શબ્દોના સથવારે આપણે બીજું ઘણું નવું વિચારી શકીએ છીએ. એ દૃષ્ટિએ ખાસ કરીને વિદ્યાર્થીઓએ ડિક્શનરી ઉપરાંત થિસોરસ સાથે પણ પ્રેમનો સંબંધ કેળવવો રહ્યો.

વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ વિસ્તારવા માગતા શિક્ષકો માટે ગુજરાતીમાં ભગવદ્ગોમંડલ, સાર્થ જોડણીકોશ તથા ઇન્ટરનેટ પર ગુજરાતી લેક્સિકોન (https://www.gujaratilexicon.com/) નામે સરસ શબ્દકોશ ઉપલબ્ધ છે. એ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીએ ડો. ઇશ્વરલાલ ર. દવેના સંપાદનમાં ‘ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોષ (થિસોરસ)’નું પ્રકાશન કર્યું છે, જેમાં જુદા જુદા શબ્દો સાથે નજીકનો સંબંધ ધરાવતા અનેક શબ્દો પર નજર ફેરવી શકાય છે.

અંગ્રેજીમાં આ માટે અનેક મજાની સાઇટ્સ અને એપ્સ ઉપલબ્ધ છે. અત્યારે જેની વાત કરવી છે એ જરા જુદા અર્થનો શબ્દકોષ છે. આ સાઇટ છે https://wordwebs.app/search

આ સાઇટ પર જઈને તમે અંગ્રેજીમાં કોઈ પણ શબ્દ લખો એટલે તેની સાથે સીધો કે નજીકનો સંબંધ ધરાવતા છ શબ્દોનું ઝૂમખું રચાય છે. તેમાંના કોઈ પણ શબ્દને ક્લિક કરતાં વળી તેની સાથે સીધો કે નજીકનો સંબંધ ધરાવતા નવા છ શબ્દો આપણી સામે આવે છે!

આ રીતે ફક્ત એક શબ્દથી શરૂ કરીને આપણે અવનવા શબ્દોની લાંબી સફર ખેડી શકીએ છીએ.

ઘણી વાર એવું પણ બને કે ગૂગલ પર કોઈ શબ્દને સંબંધિત સર્ચ કરતી વખતે ધાર્યું પરિણામ ન મળે તો આપણે તેના જેવા બીજા શબ્દથી સર્ચ કરવું પડે. પરંતુ એ માટે એવો કોઈ શબ્દ આપણા મનમાં ઊગવો જરૂરી બને. આવે સમયે પણ આ સર્વિસ આપણને કામ લાગી શકે છે.

અહીં તમે ઇચ્છો તો ‘રેન્ડમ બટન’ પર ક્લિક કરીને સિસ્ટમ જનરેટેડ કોઈ પણ શબ્દ અને તેને સંબંધિત શબ્દોથી તમારી શબ્દયાત્રા આગળ ધપાવી શકો છો. અહીં શબ્દને સેવ પણ કરી શકાશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા કે દાદા-દાદી સૌ કોઈને આ સાઇટ ઉપયોગી થશે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!