વર્ષ ૨૦૧૯ પૂરું થયું એ સાથે ફરી એક વાર આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સૌથી નબળા પાસવર્ડની વાર્ષિક યાદી જાહેર કરી છે અને સતત બીજા વર્ષે 123456 એ આ વર્ષનો સૌથી નબળો પાસવર્ડ જાહેર થયો છે! બીજા ક્રમનો સૌથી નબળો પાસવર્ડ 123456789 છે!આ યાદી અનુસાર હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો password, 12345, iloveyou, 111111, 123123, જેવા અત્યંત નબળા પાસવર્ડનો ઉપયોગ કરે છે.
હવે મોટા ભાગની વેબસર્વિસ આવા નબળા પાસવર્ડ બનાવવા દેતી નથી, પરંતુ જૂના પ્રોગ્રામમાં આવા પાસવર્ડ ચાલી જાય છે. તમે આવી ભૂલ કરશો નહીં અને વેબસર્વિસ નબળા પાસવર્ડ ચલાવતી હોય તો પણ, શક્ય એટલો અઘરો પાસવર્ડ બનાવો અને જે જે સર્વિસમાં શક્ય હોય તે દરેકમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિનો લાભ લો!