(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જોખમી, બનાવટી સાઈટ્સ પર દોરી જતા મેસેજનું દૂષણ વધી રહ્યું છે ત્યારે, આપણા પર આવેલો મેસેજ ભરોસાપાત્ર કંપની તરફથી છે કે નહીં તેની હવે ખરાઈ કરી શકાશે.

વણનોતર્યા એટલે કે સ્પામ એસએમએસનું દૂષણ આપણા દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આપણને થોડો હાશકારો થાય એવા એક સમાચાર આવ્યા છે.

વિવિધ કંપની બલ્ક મેસેજ સર્વિસથી આપણા પર મેસેજનો મારો કરતી હોય છે. આજના સમયમાં મોબાઇલ નંબરનો ડેટાબેઝ મેળવવો સાવ સરળ હોવાથી આપણા મોબાઇલ નંબર ખાનગી રાખવાનું શક્ય નથી. ઉપરાંત આપણે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તો પણ તેમાંની છટકબારીઓ શોધીને આપણે મેળવવા ઇચ્છતા ન હોઇએ તેવા મેસેજ પણ આપણા મેસેજ બોક્સમાં ઘૂસી જતા હોય છે.

આવા મેસેજનો સામનો કરવા માટે હવે ગૂગલે ભારત અને અન્ય ૮ દેશોમાં વેરિફાઇડ એસએમએસ અને સ્પામ પ્રોટેક્શન સર્વિસની શરૂઆત કરી છે. જે મુજબ લોકોને બિઝનેસ મેસેજિસ મોકલવા ઈચ્છતી કંપનીઓ ગૂગલનો સંપર્ક કરીને, તેમની કંપની વિશ્વસનીય હોવાનું સાબિત કરતા દસ્તાવેજો પૂરા પાડીને કંપની વેરિફાઇડ હોવાનું ટેગ મેળવી શકશે. આ પછી આવી કંપની તરફથી આવતા એસએમએસ પર તેને મોકલનાર કંપની વેરિફાઇડ હોવાનું ટેગ જોવા મળશે.

અલબત્ત ભારતમાં અત્યારે બહુ ગણી ગાંઠી કંપનીઓએ આવું વેરિફિકેશન મેળવ્યું છે, તેનું પ્રમાણ વધશે એવી આશા રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!