(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં ડાર્ક મોડ અજમાવો

છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનમાં વિવિધ સર્વિસમાં ડાર્ક મોડનો ઉપયોગ સતત વધતો જાય છે. આ મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી ફોનમાં બેટરીની બચત થતી હોવાનું અને આંખોને ઓછી તાણ પડતી હોવાનું માનવામાં આવે છે, અલબત્ત દરેક વ્યક્તિએ તેનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે.

લાંબા સમયથી વોટ્સએપમાં પણ ડાર્ક મોડ આવી રહ્યો હોવાની વાત ચાલતી હતી. આખરે તે આવી ગયો છે. અત્યારે તે બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ તમે આ વાંચતા હો ત્યાં સુધીમાં તમને પણ તે સુવિધા મળી જાય તેવું બની શકે.

આ સુવિધાનો લાભ લેવા માટે…

  • ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
  • ઉપર જમણી તરફ ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાઓ.
  • અહીં ચેટ્સમાં જાઓ.
  • જો તમારા ફોનમાં વોટ્સએપમાં ડાર્ક મોડની સુવિધા આવી ગઈ હશે તો ચેટ્સમાં ડિસ્પ્લે હેઠળ વોલપેપર અને થીમ એમ બે વિકલ્પો દેખાશે. બાકી ફક્ત વોલપેપરનો વિકલ્પ દેખાશે અને તમારે ડાર્ક મોડ માટે રાહ જોવી પડશે!
  • જો ડાર્ક મોડનો વિકલ્પ દેખાય તો તેને ક્લિક કરો અને ફોનની સિસ્ટમ મુજબનો મોડ, લાઇટ અથવા ડાર્ક એમ ત્રણ વિકલ્પમાંથી જોઇતો વિકલ્પ પસંદ કરી લો.

તમે ડાર્ક મોડ પસંદ કર્યો હશે તો તમે વોટ્સએપનો ડાર્ક મોડમાં ઉપયોગ શરૂ કરી શકશો. જો આ મોડમાં આંખને ઓછી તાણ પડતી હોય તેવું લાગે તો આ મોડનો ઉપયોગ ચાલુ રાખો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!