ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની વિશ્વના ભાષાના અવરોધો દૂર કરવાની દિશામાં ઘણી આગળ વધી ગઈ છે.
આ બંને કંપનીની ટ્રાન્સલેશન ટેકનોલોજીએ, હવે જે દેખાઇ રહ્યું હોય તેને સ્કેન કરીને તરત બીજી ભાષામાં જોઈ શકાય એવું શક્ય બનાવી દીધું છે. એ જ રીતે બે જુદી જુદી ભાષા જાણતી વ્યક્તિઓ બંનેની વચ્ચે ટ્રાન્સલેશન એપ ધરાવતા સ્માર્ટફોનનો દુભાષિયા તરીકે ઉપયોગ કરી શકે એવું પણ હવે શક્ય બન્યું છે.
ગયા મહિને અમેરિકામાં યોજાયેલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં ગૂગલે તેની આસિસ્ટન્ટ સુવિધામાં આવનારી ટ્રાન્સલેશન સંબંધિત વધુ એક સુવિધા રજૂ કરી, જે અનુસાર સ્માર્ટફોનમાંનું ગૂગલ આસિસ્ટન્ટ ફીચર આપણને ત્રણ ડઝનથી વધુ ભાષાઓમાં વિવિધ વેબસાઈટનું કન્ટેન્ટ વાંચી સંભળાવી શકશે.
