ભારતમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકનો માર્કેટપ્લેસ તરીકે પણ ઉપયોગ વધી રહ્યો છે. દેશભરમાં અસંખ્ય લોકો આ ત્રણેય પ્લેટફોર્મ પર વિવિધ ચીજવસ્તુઓની જાહેરાતો મૂકીને સંભવિત ગ્રાહકો સુધી પહોંચે છે અને પછી ઓનલાઇન પેમેન્ટ થયા પછી ડિલિવરી મોકલે છે. ભારતમાં ફેસબુક કંપનીની માલિકીની આ ત્રણેય એપ જબરજસ્ત મોટી પહોંચ ધરાવે છે અને એ કારણે તેના પર માર્કેટિંગ અને સેલિંગ ઘણું ફાયદાકારક છે. ઘણી કંપની હવે સોશિયલ મીડિયા સાઇટ્સ પર જ પોતાના ઓનલાઇન સ્ટોર ઊભા કરી રહી છે.
ભારત સરકાર આ પ્રકારના વેચાણને પણ ગ્રાહક સુરક્ષાના કાયદાઓમાં આવરી લેવાની તૈયારીમાં છે. આ પ્રકાની લેવડદેવડ સામે ગ્રાહકલક્ષી ફરિયાદો તથા ફ્રોડનું પ્રમાણ વધતાં આ નિર્ણય લેવાયો છે.
