(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સેમસંગમાં ક્વિક શેરનો લાભ લો

જો તમે સેમસંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે!

એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સરખામણીમાં એપલના આઇફોન ‘ઘણી બધી રીતે’ યૂઝર ફ્રેન્ડલી હોવાનો એક સામાન્ય મત છે. આવી એક રીત એટલે એરડ્રોપ. આ સુવિધાની મદદથી જુદા જુદા એપલ ડિવાઈસીસમાં ફાઇલ્સની આપ-લે બહુ સહેલી બની જાય છે.

ગૂગલે એન્ડ્રોઈડમાં તેની ‘ફાઇલ્સ’ એપની મદદથી આવી કંઈક સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. આ એપ ઓપન કરીને આપણે બીજા નજીકના એન્ડ્રોઇડ ડિવાઇસમાં બ્લુટૂથની મદદથી ફાઇલ્સ મોકલી શકીએ છીએ પરંતુ આ સર્વિસ એપલની એરડ્રોપ જેટલી લોકપ્રિય થઈ શકી નથી.

હવે સેમસંગ કંપનીએ કમ સે કમ પોતાના સ્માર્ટફોનમાં એરડ્રોપ જેવી સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ તેને ‘ક્વિક શેર’ નામ આપ્યું છે. એરડ્રોપમાં એક સમયે એક જ ડિવાઇસમાં ફાઇલ મોકલી શકાય છે જ્યારે સેમસંગની ક્વિક શેર સર્વિસમાં વધુમાં વધુ પાંચ કોન્ટેક્ટને એક સાથે ફાઇલ મોકલી શકાશે. ફક્ત સામેની વ્યક્તિએ પોતાના ફોનમાં ક્વિર શેર ફીચર ઇનેબલ કરવું પડશે.

હાલમાં આ સુવિધા ગેલેક્સી એસ૨૦, ગેલેક્સી એસ૨૦પ્લસ અને ગેલેક્સી એસ૨૦ અલ્ટ્રા મોડલમાં જ મળશે. વધુ મોડલમાં આ ફીચર રોલઆઉટ થશે પરંતુ મિડ રેન્જ અને બજેટ ફોન્સમાં આ સુવિધા મળશે કે નહીં તે સ્પષ્ટ નથી.

ફાઇલ્સના નિષ્ફળ પ્રયાસ પછી ગૂગલ ‘નીયરબાય શેરિંગ’ નામે એનએફ્સી કે બ્લુટૂથની મદદથી સહેલાઈથી ફાઇલ શેરિંગ શક્ય બનાવતું ફીચર વિકસાવી રહી છે. તે પણ શરૂઆતમાં માત્ર પિકસેલ ફોન્સમાં ઉપલબ્ધ થશે અને પછી અન્ય એન્ડ્રોઇડ ફોનમાં મળશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!