(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડોક્સમાં સ્માર્ટ રીતે ટાઇપ કરો

હજી હમણાં સુધી આપણા મનની વાત કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ‘મગજ’ સુધી પહોંચાડવાનો એક જ રસ્તો હતો – કી-બોર્ડ પર ટાઇપિંગ કરવું.

એ પછી વોઇસ ટાઇપિંગ આવ્યું અને વાત ઘણી સહેલી બની. દરમિયાન ગૂગલે જીમેઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘સ્માર્ટ કમ્પોઝ’ની મજાની સુવિધા આપી.

આ સુવિધાને કારણે આપણે મેઇલમાં જે ટાઇપ કરી રહ્યા હોઇએ તે ‘વાંચીને’ સિસ્ટમ સમજી જાય છે કે આપણે આગળ શું લખવા માગીએ છીએ. જેમ કે મેઇલની શરૂઆત આપણી Dear થી કરીએ તો સિસ્ટમ આપણે જેમને મેઇલ મોકલી રહ્યા હોઇએ તેમનું નામ ડિયર પછી આપોઆપ ઉમેરી દે છે (આમાં ક્યારેક ગોટાળા પણ થાય, આપણે નામ પછી ‘ભાઈ’ ઉમેરવાનું હોય, પણ સિસ્ટમ ફક્ત નામ લખે!).

એ જ રીતે જુદાં જુદાં વાક્યોના અર્થ સમજીને સિસ્ટમ આપોઆપ આગળના શબ્દો સૂચવે છે જેને પરિણામે આપણું ટાઇપિંગ ઘણું ઝડપી બની શકે છે.

ગયા વર્ષે જીમેઇલમાં આ સગવડ ઉમેર્યા પછી પીકસેલ-૩ના લોન્ચ સાથે ગૂગલે જીમેઇલ એપમાં પણ સ્માર્ટ કંપોઝની સુવિધા ઉમેરી, જે પછીથી બધા એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ષે ઉમેરાઈ ગઈ.

હવે આ સુવિધા જી-બોર્ડ એપમાં પણ આવી રહી છે. ઉપરાંત ગૂગલ ડોક્સમાં પણ તે ઉમેરાઈ રહી છે.

જીમેઇલની જેમ ગૂગલ ડોક્સનો હવે બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી, ગૂગલને લોકો શું અને કેવી રીતે ટાઇપ કરે છે એ સમજવા માટે વધુ મોટા પ્રમાણમાં ડેટા મળશે અને તેથી આ સુવિધા વધુ ને વધુ પાવરફૂલ બનશે એ નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!