(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે.

જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે.

તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં મેરેજ કે રીસેપ્શનમાં જવાનું થાય ત્યારે હંમેશા મીઠી મૂંઝવણ અનુભવતા હશો સૂપ અને સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટ સુધી એટલી જાતભાતની વાનગીઓ વિવિધ ટેબલ્સ પર ગોઠવાયેલી હોય કે એમાંથી શું ખાવું ને કેટલું ખાવું!?

આવે સમયે શાણા લોકો શું કરે?

પ્લેટ લીધા પહેલાં દરેક ટેબલે ફરી વળે ને વાનગીઓ પર ઉડતી નજર નાખીને નક્કી કરે લે કે આપણા ટેસ્ટનું શું શું છે.

ઇન્ટરનેટ આવા ભવ્ય ભોજનસમારંભ જેવું જ છે. રોજેરોજ અનેક સાઇટ્સ પર એટલી બધી વાનગીઓ પીરસાતી રહે છે કે આવી ખાણી-પીણીના શોખીનોને રીતસર જલસો પડી જાય. તકલીફ ફક્ત એટલી કે પ્લેટ નાની, બધું સમાય નહીં એટલે કે સમય ઓછો ને બધું જોઈ-વાંચી શકાય નહીં.

ઇન્ફર્મેશનના આ ઓવરલોડના ઇન્ટરનેટ પર અનેકવિધ રીતે ઉપાય શોધાતા રહે છે. નેટ પર સંખ્યાબંધ એવી સર્વિસીઝ છે જેની મદદથી આપણે આપણા રસ વિષયના નવા કન્ટેન્ટ પર ઊડતી નજર ફેરવી લઈએ અને પછી જે ભાવતું અને ફાવતું હોય એમાં જ ઊંડા ઊતરીએ. આવી એક સર્વિસ છે ફ્લિપબોર્ડ.

શું છે આ ફ્લિપબોર્ડ? આ સર્વિસ પોતે કહે છે એમ એ ઇન્ટરનેટ પરનું આપણું પર્સનલ મેગેઝિન છે, જે ખરેખરા અર્થમાં આપણી મરજી મુજબ આકાર લે છે!

જાન્યુઆરી ૨૦૧૦માં કોફીશોપમાં બેઠેલા બે મિત્રોને વિચાર આપ્યું કે ઇન્ટરનેટ પર બધું છે, પણ દરેક વ્યક્તિને તેની પોતાની ચોઈસનું કન્ટેન્ટ ફટ દઈને મળે એવું નથી (એવો એમનો મત હતો, બાકી આ પ્રકારની સર્વિસ તો ઘણી છે!).

આવું પરફેક્ટ વેબ કેવું હોય એનો બંનેએ કોફી પીતાં પીતાં વિચાર કર્યો, પેપર નેપકીન પર પોતાના વિચાર ઉતાર્યા અને એમાંથી ફ્લિપબોર્ડનો જન્મ થયો.


ફ્લિપબોર્ડની શરૂઆત માત્ર આઇપેડ માટેની એપ તરીકે થઈ હતી. સગવડ એવી હતી કે લોકોને તેઓ મેગેઝિનનાં પાનાં જોઈ રહ્યા હોય અને ફેરવી રહ્યા હોય એવો જ અનુભવ આઇપેડ પર મળે, અસલી મેગેઝિન કરતાં આ ડિજિટલ મેગેઝિનમાં ફેર ફક્ત એટલો કે તેમાં વાંચનાર પોતે નક્કી કરી શકે કે કયા કયા સોર્સ (એટલે કે વેબસાઇટ્સ)માંથી આ ડિજિટલ મેગેઝિનમાં ક્ન્ટેન્ટ દેખાય. વેબઆર્ટિકલ્સ ઉપરાંત, યુઝર પોતાના ટ્વીટર અને ફેસબુકને પણ ફ્લિપબોર્ડમાં ઉમેરી શકે છે.

(‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૫ અંકમાંથી  ટૂંકાવીને. આખો લેખ વાંચો અહીં)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!