(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક પીડીએફમાંથી અલગ અલગ ફાઇલ્સ

ધારો કે તમારી પાસે કોઈ એવી પીડીએફ ફાઈલ આવી જેમાં આઠ-દસ પાનાં છે. તેમાંથી તમારે માત્ર કોઈ એક પાનું કે અલગ અલગ પાનાં અલગ અલગ પીડીએફ ફાઈલ્સ તરીકે જોઇએ છે? તો તમે શું કરશો?

આવું કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. જો તમારી પાસે અમુક ખાસ પ્રકારના પીડીએફ એડિટિંગ સોફ્ટવેર હોય તો તેમાં તમે મૂળ પીડીએફ ઓપન કરીને તેમાંથી અલગ અલગ પેજને અલગ અલગ પીડીએફ તરીકે સેવ કરી શકો. પણ આવા ખાસ સોફ્ટવેર ન હોય તો?

તો એક સાવ સહેલો રસ્તો અજમાવી શકાય.

કમ્પ્યુટરમાં તમારી પીડીએફ ફાઇલનું લોકેશન શોધીને તેને રાઇટ ક્લિક કરો અને ‘ઓપન વીથ ગૂગલ ક્રોમ’ સિલેક્ટ કરીને આ પીડીએફ ફાઇલને ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરો. તમે પીડીએફ ફાઈલને ક્રોમની કોઈ પણ બ્લેન્ક ટેબમાં ડ્રેગ કરીને પણ ઓપન કરી શકો છો.

આ પછી ક્રોમમાં જમણી તરફ આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને પ્રિન્ટનો કમાન્ડ આપો. તેમાં ‘ડેસ્ટિનેશન’માં ‘સેવ એઝ પીડીએફ’ પસંદ કરો અને ‘પેજીસ’માં ‘ઓલ’ ને બદલે ‘કસ્ટમાઇઝ્ડ’ પર ક્લિક કરો. હવે પેજીસમાં તમારે જે જે પેજની અલગ પીડીએફ જોઇતી હોય તે પેજ વારાફરતી સિલેક્ટ કરો અને દરેકને અલગ અલગ પીડીએફ ફાઇલ તરીકે સેવ કરી લો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!