(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક કાગળ પર બે ઇમેજ પ્રિન્ટ કરો

ક્યારેક ને ક્યારેક, તમારે તમારા આધારકાર્ડ કે મતદાર આઇડી કાર્ડની આગળ પાછળ બંને બાજુની પ્રિન્ટ લેવાની થતી હશે. એક રસ્તો, કાગળની બંને બાજુએ, કાર્ડની બંને બાજુ વારાફરતી પ્રિન્ટ કરવાનો છે અને બીજો વધુ સારો રસ્તો, કાગળની એક જ બાજુએ, કાર્ડની બંને બાજુ પાસે પાસે રાખીને પ્રિન્ટ કરવાનો છે!

આ માટે સૌથી પહેલાં તો આપણે જેની પ્રિન્ટ લેવાની હોય તે કાર્ડની બંને બાજુનો ફોટોગ્રાફ આપણી પાસે ડિજિટલ સ્વરૂપમાં હોવો જોઇએ. એ માટે ‘કેમસ્કેનર’ જેવી એપ (જે ઇમેજને ફોટોગ્રાફને બદલે ક્લીન ઝેરોક્સ જેવું સ્વરૂપ આપી શકે છે)નો ઉપયોગ કરીને તમે કાર્ડની આગળ પાછળ બંને બાજુની જેપીઇજી ઇમેજ મેળવી શકો છો. આ ઇમેજને તમે તમારી ગૂગલ ડ્રાઇવમાં શેર કરી દો તો ત્યાં તેને લાંબા સમય માટે, સલામત રીતે સાચવી શકો અને ગમે ત્યારે ફરી એક્સેસ કરી શકો.

હવે જ્યારે તેની પ્રિન્ટ લેવાની થાય ત્યારે તેને પ્રિન્ટર સાથે કનેક્ટ કરેલ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લો અને પછી વિન્ડોઝ એક્સપ્લોરરમાં એ બંને ઇમેજની ફાઇલ એક સાથે સિલેક્ટ કરો. પછી માઉસથી રાઇટ ક્લિક કરતાં જે મેનૂ ખૂલે તેમાં ‘પ્રિન્ટ કમાન્ડ’ પસંદ કરો.

આથી એક વિન્ડો ખૂલશે. તેમાં જમણી તરફ આપણી ઇમેજને એક ફૂલ પેજમાં પ્રિન્ટ કરવાનો અથવા એક જ પેજ પર બંને ઇમેજ પ્રિન્ટ કરવાનો વિકલ્પ મળશે (આ ઉપરાંત પણ ઘણા વિકલ્પો મળશે, પણ આપણે કામનો વિકલ્પ એક જ પેજ પર બે ઇમેજ પ્રિન્ટ કરવાનો છે). તેને પસંદ કરતાં બંને ઇમેજ બાજુબાજુમાં હોય તેવો પ્રીવ્યૂ જોવા મળશે. હવે ‘પ્રિન્ટ’ બટન ક્લિક કરતાં આપણા કાર્ડની આગળ પાછળની સાઇડ કાગળ પર એક જ બાજુએ પ્રિન્ટ થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!