(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગ્રિડ ફાઇન્ડર : વિશ્વની વીજ સ્થિતિ દર્શાવતો ડિજિટલ મેપ!

ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ અને આજીવન અભ્યાસુઓને મજા પડી જાય એવું એક અનોખું ડેટા વિઝ્યુઅલાઇઝેશન.

ડેટા વિઝ્યુઅલાઇઝેશન એક ગજબનું વિજ્ઞાન છે. જુદી જુદી અનેક બાબતો વિશે હવે જુદા જુદા અનેક સ્રોતમાંથી પાર વગરનો ડેટા મળતો હોય છે, પરંતુ આ ડેટાનું પ્રમાણ એટલું બધું વધુ હોય છે કે તેને બરાબર સમજવો મુશ્કેલ બની જાય. ડેટા પૂરેપૂરો સમજાય નહીં તો તેમાંથી યોગ્ય સાર તારવીને આગળના પગલાં લેવાં પણ મુશ્કેલ બની જાય.

ડેટા વિઝ્યુઅલાઇઝેશન આ સ્થિતિમાં આપણી મદદે આવે છે. તેમાં વિવિધ પ્રકારના ડેટાને જુદી જુદી રીતે વિઝ્યુઅલાઇઝ કરીને આપણી સમક્ષ મૂકવામાં આવે છે જેને કારણે ડેટામાંથી કંઈક અર્થ તારવવો ઘણો સરળ બની જાય છે.

અમુક ખાસ પ્રકારના ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં ડિજિટલ મેપ્સની ભૂમિકા બહુ નિર્ણાયક હોય છે કેમ કે તેમાં નર્યા, કોરા આંકડાને નકશા પર મૂકતાંની સાથે આ ડેટામાં જાણે જીવ આવે છે!

ડેટા વિઝ્યુઅલાઇઝેશનનું એક સુંદર ઉદાહરણ છે ગ્રિડ ફાઇન્ડર. આ નકશા પર આપણે સમગ્ર પૃથ્વી પર ક્યા ક્યા વિસ્તારોમાં કેટલા પ્રમાણમાં લોકોને વીજળીની સુવિધા મળી રહી છે તે જોઈ શકીએ છીએ.

વર્લ્ડ બેન્ક, ઓક્સફર્ડ યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટલ ચેન્જ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડનું ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્ડ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ તથા નેધરલેન્ડસના ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાર્યમેન્ટલ સ્ટડીઝના નિષ્ણાતોએ એકઠા થઈને સમગ્ર પૃથ્વી પરની વીજ વિતરણ વ્યવસ્થા તપાસતો એક ઊંડાણભર્યો અભ્યાસ હાથ ધર્યો છે.

આ અભ્યાસમાં અવકાશમાંથી રાતના સમયે જોવા મળતી પૃથ્વીની સેટેલાઇટ ઇમેજિસના આધારે જુદા જુદા દેશોમાંના ઈલેક્ટ્રિસિટી નેટવર્કની લાઇન્સનો અંદાજ બાંધવામાં આવ્યો અને તેને આધારે કયા કયા વિસ્તારોમાં પૂરતી વીજળી ઉપલબ્ધ છે અને કયા વિસ્તારોમાં હજી સુધી વીજળી પહોંચી નથી તે તપાસવામાં આવ્યું. આ ડેટા ફેસબુકના નિષ્ણાતોની મદદથી એક ઓપન સોર્સ મેપ પર ગોઠવવામાં આવ્યો. જેનું પરિણામ આપણે ઉપર મુજબના નકશા તરીકે જોઈ શકીએ છીએ.

આ ડિજિટલ મેપ પર પહોંચીને આપણે જુદા જુદા ભાગોમાં ઝૂમ કરી શકીએ છીએ અને ટ્રાન્સમિશન લાઇન્સ તથા તેને આધારે કયા કયા વિસ્તારોમાં વીજ વિતરણ થઈ રહ્યું હશે તેની શક્યતા જોઈ શકીએ છીએ. ઉપરનો નકશો બતાવે છે તેમ સમગ્ર ભારત, યુરોપ અને ઉત્તર અમેરિકામાં વીજ વિતરણની ખાસ્સી સારી સ્થિતિ છે. જ્યારે પહેલી નજરે એવું લાગે કે આફ્રિકા, રશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકાના ઘણા વિસ્તારોમાં હજી વીજળી પહોંચી નથી. વાસ્તવમાં આમાંના ઘણા વિસ્તારોમાં માનવ વસવાટ છે જ નહીં. જેમ કે નકશામાં આપણે ગુજરાત પર ઝૂમ કરીએ તો જોઈ શકીશું કે કચ્છના નાના અને મોટા રણમાં તથા ગીર જંગલના વિસ્તારમાં વીજ વિતરણ જોવા મળતું નથી.

એન્જિનીયરીંગ સબ્જેક્ટના આજીવન વિદ્યાર્થીઓ આ ડેટા વિઝ્યુઅલાઇઝેશનની સંપૂર્ણ વિગત ધરાવતા રીસર્ચ પેપરમાં ઊંડા ઉતરશે તો તેમને વિશ્વની વીજ સ્થિતિ વિશે ઘણું નવું જાણવા મળશે.

રસ પડ્યો? વધુ અહીં વાંચો, જુઓ અને જાણો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!