હમણાં ભારતની મુલાકાતે આવેલા એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની મુલાકાત રાજકારણની રીતે વિવાદાસ્પદ રહી પરંતુ એમેઝોન કંપનીને ભારતના માર્કેટમાં કેટલો ઊંડો રસ છે તે આ મુલાકાતથી વધુ સ્પષ્ટ થયું.
કંપનીએ ભારતમાં એક અબજ ડોલરનું નવું રોકાણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ કંપનીએ ભારતમાં ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વ્હિકલ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આવાં ૧૦,૦૦૦ વ્હિકલ્સનો ઉપયોગ શરૂ કરાશે.
વાસ્તવમાં એમેઝોન કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી કરી હતી કે તે વર્ષ ૨૦૪૦ સુધીમાં કુલ એક લાખ ઇલેક્ટ્રિક ટ્રક ખરીદશે અને એ રીતે કંપનીની કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાનો પ્રયાસ કરશે. એ ખાસ નોંધવા જેવું છે કે એમેઝોન કંપની સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ અબજથી વધુ ચીજવસ્તુઓની ડિલિવરી કરે છે.
