(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે.

ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે કે દર શુક્રવારે રીલિઝ થતી બધી ફિલ્મ જોઈ નાખવી, પણ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર આપણને બ્રેક લગાવે છે, એટલે જ આપણે કોઈ ચોક્કસ વારે ટિકિટના દર ખાસ્સા ઘટાડી નાખતી સ્કીમ્સની તલાશમાં રહીએ છીએ. હવે ધારો કે કોઈ મલ્ટિપ્લેક્સ ‘વન્ડરફૂલ વેનસડે’ જેવી સ્કીમ ઘડી કાઢે અને દર બુધવારે અમુક ટિકિટ બિલકુલ ફ્રીમાં આપે તો?

જલસો પડી જાય! પણ જલસો તો જ પડે, જો આવી સ્કીમ આપણા ધ્યાનમાં આવે. આપણે દરરોજ તો બધી મલ્ટિપ્લેક્સની સાઇટ તપાસવા જઈ શકવાના નથી!

હવે ધારો કે એવી કોઈ સર્વિસ હોય, જે આવી ધાંસૂ સ્કીમ્સ વિશે આપણને ફેસબુક, ટ્વીટર કે ઈ-મેઇલ દ્વારા જાણ કરતી હોય તો? આપણે ફક્ત લિંક પર ક્લિક કરી, જે તે મલ્ટિપ્લેક્સની સાઇટ પર પહોંચી જવાનું અને આપણી ફ્રી ટિકિટ ડાઉનલોડ કરી લેવાની!

ખુશીથી ઉછળી પડ્યા? તો સોરી, આવી સર્વિસ પુસ્તકો માટે ઉપલબ્ધ છે, મૂવી માટે નહીં (હોય તો ધ્યાનમાં નથી)! હવે તમારું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે છે, ‘‘ધત્તેરેકી!’’ અથવા, ‘‘વાઉ!’’ જો તમે વાઉની કેટેગરીમાં આવતા હો, વાંચનના, ખાસ કરીને ઇંગ્લિશ પુસ્તકો વાંચવાના જબરા શોખીન હો તો તમારે એક મસ્ત સર્વિસ જાણી લેવા જેવી છે:  www.bookbub.com.

આ સર્વિસનો ઉપયોગ બિલકુલ સિમ્પલ છે. સાઇટ પર પહોંચી, તમારું ઈ-મેઇલ આઇડી આપીને આગળ વધશો એટલે સૌથી પહેલાં તમને કઈ કઈ કેટેગરીનાં પુસ્તકો વાંચવાં ગમે છે એ પૂછવામાં આવશે.

જેમ કે બેસ્ટસેલર્સ, મિસ્ટ્રીઝ, થ્રીલર્સ, એક્શન એન્ડ એડવેન્ચર, રોમાન્સ, સાયન્સ ફિક્શન, હોરર કેટેગરીનાં પુસ્તકો, ટીન્સ, યંગ એડલ્ટ્સ કે ચિલ્ડ્રન્સ માટેનાં પુસ્તકો, નોન-ફિક્શન કેટેગરીમાં કૂકિંગ, હાઉ-ટુ, હિસ્ટ્રી, પેરેન્ટિંગ, બિઝનેસ વગેરે સબકેટેગરી…

તો પહોંચો બુકબબ પર!

(‘સાયબરસફર’ના ઓગસ્ટ, ૨૦૧૫ અંકમાંથી  ટૂંકાવીને.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!