(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝમાં પજવતી  સ્ટીકી કી બંધ કરો

વિન્ડોઝમાં ‘સ્ટીકી કી’ નામે એક ઉપયોગી સુવિધા છે, જે ક્યારેક તમને બહુ ગૂંચવી શકે છે! કમ્પ્યુટિંગ ટેકનોલોજી અને વેબ ટેકનોલોજી વિકસાવતી કંપનીઓ સામાન્ય રીતે વિવિધ પ્રકારની શારીરિક તકલીફ ધરાવતી વ્યક્તિઓ પણ જે તે ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકે તેની કાળજી રાખતી હોય છે. સ્ટીકી કી ફીચર આવી જ કાળજીનું પરિણામ છે.

કમ્પ્યુટર કી-બોર્ડ પર કામ કરતી વ્યક્તિઓ, ખાસ કરીને વડીલો, જ્યારે જુદી જુદી કી એક સાથે પ્રેસ કરીને કોઈ કમાન્ડ આપવાનો હોય ત્યારે એમ કરવામાં તકલીફ અનુભવતા હોય છે. જેમ કે વિન્ડોઝ કી + ડી પ્રેસ કરીને આપણે ડેસ્કટોપ સ્ક્રીન પર જઇ શકીએ છીએ, પરંતુ ઘણા લોકોને આ બંને કી એક સાથે પ્રેસ કરવા માટે આંગળીઓ સાથ આપતી નથી.

આવા લોકો શિફ્ટ કીને એક સાથે પાંચ વાર પ્રેસ કરીને પોતાના કી-બોર્ડમાં, શિફ્ટ, કંટ્રોલ, ઓલ્ટર કે વિન્ડોઝ જેવી ‘મોડિફાયર કી’ને સ્ટીકી કીમાં ફેરવી શકે છે. આથી તેઓ વિવિધ કોમ્બિનેશન કીને એક સાથે પ્રેસ કરવાને બદલે વારાફરતી પ્રેસ કરીને ધાર્યું કામ કરી શકે છે.

પરંતુ, થાય છે કે એવું ક્યારેક આપણે બેધ્યાનપણે શિફ્ટ કીને પાંચ વાર પ્રેસ કરીને સ્ટીકી કી ઇનેબલ કરી દઇએ છીએ અને પછી કી-બોર્ડ કેમ ધાર્યો પ્રતિસાદ આપતું નથી એની ગૂંચવણમાં રહીએ છીએ. આથી સામાન્ય સંજોગોમાં જો તમારે સ્ટીકી કીની જરૂર ન હોય તો કમ્પ્યુટરની કન્ટ્રોલ પેનલમાં ‘ઇઝ ઓફ એક્સેસ’ સેકશનમાં જઇને ‘ચેન્જ હાઉ યોર કી-બોર્ડ વર્ક્સ’માં જઇને સ્ટીકી કી બંધ રાખી શકો છો.

વિન્ડોઝની આવી નાની વાતો જાણતા હશો તો તમારા નાના મોટા પ્રશ્નો જાતે જ ઉકેલી શકશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!