(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘રીફર્બિશ્ડ’ લેપટોપ લેવાય?

આજના સમયમાં પરિવારના દરેક સભ્ય માટે ટેક સાધનોની જરૂરિયાત સતત વધતી જાય છે અને તેની સામે આપણું બજેટ જો એટલું જોર ન કરતું હોય, તો આપણે નવાંનક્કોર સાધનોના વિકલ્પો તરફ નજર દોડાવવી પડે.

આવો એક વિકલ્પ એટલે ‘રીફર્બિશ્ડ’ સાધન.

હવે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ જેવાં સાધનોની પણ ઓનલાઇન ખરીદી વધી ગઈ છે ત્યારે જો તમે વિવિધ શોપિંગ સાઇટ્સ પર જુદી જુદી કંપનીનાં જુદાં જુદાં લેપટોપ મોડલ્સ પર નજર ફેરવતા હો ત્યારે ક્યારેક એવું બની શકે કે એક સરખાં સ્પેસિફિકેશન ધરાવતા, એક જ કંપનીના એક જ મોડેલની કિંમતમાં જુદી જુદી સાઇટ પર ઘણો મોટો તફાવત જોવા મળે.

આપણે શૂટિંગ શર્ટિંગનું કાપડ ખરીદી રહ્યા હોઇએ ત્યારે વેપારી બે કાપડના ભાવફેરને હળવા સ્મિત સાથે ‘‘એ તો ક્વોલિટીમાં ફેર હોય ને!’’ એમ કહીને આપણને સમજાવી દે, પણ લેપટોપ જેવા ડિવાઇસીસની બાબતમાં સ્પેસિફિકેશન્સ એક જ હોવા છતાં મોટો ભાવફેર આપણાં દિમાગમાં ઉતરે નહીં એ સ્વાભાવિક છે. આવે સમયે આપણને પહેલી શંકા એવી જાગે કે ઓછી કિંમતનું મોડેલ ડુપ્લિકેટ કે સેકન્ડહેન્ડ હશે!.

વાસ્તવમાં આવું જ હોય છે, જરા ફેર સાથે. મોટા ભાગની પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવા ઓછી કિંમતના મોડેલ્સ માટે ‘રીફર્બિશ્ડ’ અથવા તો ‘રીન્યૂડ’ શબ્દનો ઉલ્લેખ કરવાનું ચૂકતી નથી.

એ ખાસ નોંધવા જેવું છે કે રીફર્બિશ્ડ ડિવાઇસ હંમેશાં જૂનું અને વપરાયેલું જ હોય એવું જરૂરી નથી. ઘણા કિસ્સામાં રીટેઇલર પાસેથી કે ઓનલાઇન લેપટોપ ખરીદ્યા પછી ખરીદનારને તેમાં કોઈ નાની કે મોટી ખામી ધ્યાનમાં આવે અને લેપટોપ હજી તેના ‘રીટર્ન પીરિયડ’માં હોય તો તે રીટેઇલર અને તેના દ્વારા મેન્યુફેકચરરને પરત મોકલી શકે છે. આ સંજોગમાં રીટેઇલર અથવા મેન્યુફેકચરર એ ડિવાઇસની ખામી સુધારીને તેને પરત વેચાણમાં મૂકે છે અને ત્યારે તેને ‘રીફર્બિશ્ડ’ કે ‘રીન્યૂડ’ એવું લેબલ લગાવે છે.

ક્યારેક એવું પણ બની શકે કે લેપટોપમાં કોઈ ખામી હોય જ નહીં, માત્ર ખરીદનારને ખરીદ્યા પછી તેના સ્પેસિફિકેશન પોતાના ઉપયોગને અનુકૂળ ન લાગે અને વેચનારની પોલિસી પ્રમાણે તે રીટર્ન કરી શકે તેમ હોય તો નવેનવું લેપટોપ એ રીટર્ન કરી શકે છે. કેટલીક ખરેખર પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવા લેપટોપને પણ નવા તરીકે પરત વેચવા મૂકવાને બદલે રીફર્બિશ્ડ મોડેલ તરીકે વેચવા મૂકે છે.

ખામીવાળાં અને પછી સુધારવામાં આવેલા કે પછી કોઈ ખામી વિનાના પરત ફરેલા લેપટોપ (જેને ‘અનબોક્સ્ડ’ આઇટમ પણ કહેવામાં આવે છે)ને પ્રોફેશનલ ટેકનિશિયન દ્વારા ચકાસીને અને મેન્યુફેકચરિંગ કંપનીની ક્વોલિટી ચેકિંગ પ્રોસેસમાંથી પસાર કર્યા પછી ફરી વેચવામાં આવે તેને જ સામાન્ય રીતે રીફર્બિશ્ડ કહેવામાં આવે છે.

પરંતુ કમનસીબે રીફર્બિશ્ડ મોડેલની વ્યાખ્યા આવી સીમિત રહી નથી. લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયા પછી વેચવામાં આવેલું લેપટોપ જુદા જુદા હાથમાં ફરીને કે સીધેસીધું રીટેઇલ કે ઓનલાઇન સેલર સુધી પહોંચે ત્યારે એ પણ પ્રોફેશનલ દ્વારા રીપેરિંગ પછી રીફર્બિશ્ડ કે રીન્યૂડ તરીકે પરત વેચવા મૂકવામાં આવે છે. નવું સાધન ખરીદતી વખતે જૂનું સાધન એક્સચેન્જમાં આપવામાં આવે અને તે રીપેરિંગ પછી ફરી વેચવામાં આવે તેને પણ રીફર્બિશ્ડ કહેવામાં આવે છે.

આમ રીફર્બિશ્ડ ડિવાઈસની રેન્જ ઘણી મોટી છે. એટલું નક્કી છે કે તે નવાનક્કોર સાધન જેટલું ખાતરીબદ્ધ પર્ફોર્મન્સ આપતું નથી. રીફર્બિશિંગની મૂળ વ્યાખ્યા મુજબ લેપટોપ લગભગ નવે નવું હોય અને નાની ખામીને કારણે કે ખરીદનારની પસંદ બદલાવાને કારણે પરત ફર્યું હોય અને ઓનલાઇન સાઇટ્સ તેને રીફર્બિશ્ડ તરીકે ફરી વેચવા મૂકે તો આપણને ખાસ્સી સારી ડીલ મળી કહેવાય. કારણ કે સાધન લગભગ નવા જેવું જ હોય છે. પરંતુ જો લાંબા સમય વપરાયા પછી તેને સેકન્ડહેન્ડને બદલે રીફર્બિશ્ડ તરીકે વેચવામાં આવે તો આપણે ભરાઈ પડીએ એવું બની શકે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!