(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સીબીએસઇ સ્કૂલ્સમાં શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

આપણા વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ સાથે તાલ મિલાવવામાં મદદરૂપ થતો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે, આપણી શાળાઓએ પણ આ દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈશે.વર્ષ ૨૦૧૯ વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક આનંદના સમાચાર આવ્યા. મજાની વાત એ છે કે આ સમાચાર એ વર્ષની છેક શરૂઆતમાં આવ્યા હતા અને અંતે તે સાકાર થયા!

વાત એમ છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇ એ તેની શાળાઓમાં ધોરણ ૮ અને ૯ના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને એક વિષય તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આ વર્ષની શરૂઆતમાં લેવાયો હતો અને હવે તેનો અભ્યાસક્રમ પણ જારી કરી દેવામાં આવ્યો છે. અલબત્ત એઆઇને એક એકેડેમિક સબ્જેક્ટને બદલે સ્કિલ સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવશે. ધોરણ ૮માં એઆઇ એક સર્ટિફિકેશન કોર્સ તરીકે ભણાવવામાં આવશે અને ધોરણ ૯માં તેને રેગ્યુલર કોર્સમાં આવરી લેવામાં આવશે.

સીબીએસઇની માર્ગદર્શિકા મુજબ જે કોઈ શાળા પોતાની કમ્પ્યુટર લેબમાં ૨૦થી વધુ કમ્પ્યુટર ધરાવતી હોય તે પોતાના વિદ્યાર્થીઓને એક વિષય તરીકે એઆઈ ભણાવવા માટે સીબીએસઇને અરજી કરી શકે છે. સીબીએસઇ આવી શાળાઓના ટીચર્ચને તાલીમ પણ આપશે. અત્યારે મળતી વિગત મુજબ ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે આ વિષયની કોઈ પરીક્ષા લેવાશે નહીં. પરંતુ ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે અન્ય સ્કિલ સબ્જેક્ટસની જેમ એસેસમેન્ટ કરવામાં આવશે.

એ પણ ખાસ નોંધવા જેવું છે કે એઆઇ અન્ય કોઈ વિષયને સ્થાને કે તેના ભાગરૂપે નહીં પરંતુ એક અલગ વૈકલ્પિક વિષય તરીકે ઓફર કરવામાં આવશે.

આઇબીએમ ઇન્ડિયા તથા તેની ગ્લોબલ ટીમના સભ્યો અને અન્ય વિષય નિષ્ણાતોના સાથમાં આ વિષયનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં બેંગલુરુ, દિલ્હી, કોલકતા, ભૂવનેશ્વર, હૈદરાબાદ અને ચેન્નઈની ૧૦૦૦ શાળાઓમાં આ વિષયને આઇબીએમના એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

સીબીએસઇએ જાહેર કરેલા અભ્યાસક્રમ અનુસાર શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પરિચય સાથે સ્માર્ટ હોમનો ફ્લોર પ્લાન તૈયાર કરવાથી લઇને અને એઆઇ આધારિત રોક, પેપર અને સીઝર્સ, મિસ્ટ્રી એનિમલ્સ અને ઇમોજીસ સ્કેવેન્જર હન્ટ જેવી ત્રણ ગેમ્સથી શરૂઆત કરવામાં આવશે. આ ત્રણેય ગેમ ડેટા, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને કમ્પ્યુટર વિઝન આધારિત હશે.

કોર્સ આગળ વધતો જશે તેમ તેમ સ્માર્ટ હોમ, સ્માર્ટ સ્કૂલ્સ અને સ્માર્ટ સિટીઝના કનસેપ્ટ સમજાવવામાં આવશે. ત્યાંથી આગળ વધતાં ડેટા, ડેટાના પ્રકાર, ડેટા કલેકશન, ડેટા એનાલિસિસ, ડેટા વિઝ્યુલાઇઝેશન, મશીન આધારિત ન્યુરલ નેટવર્કનો પરિચય, તેની આપણા માનવ શરીરમાંના ચેતાતંત્ર સાથે સરખામણી, કોડ કોમ્બેટ જેવા ઓનલાઇન ગેમિંગ પોર્ટલ્સની મદદથી પ્રોગ્રામિંગ અને પાયથોન લેંગ્વેજનો પરિચય વગેરે વિષયો આવરી લેવામાં આવશે.

આ બધા તો ફક્ત સમાચાર છે, પણ આપણે તેમાંથી કેટલાક બોધપાઠ અત્યારથી લેવા જરૂરી છે. જો તમે પોતે કે તમારાં સંતાન સીબીએસઇ બોર્ડની સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં હોય અને હાલના સમયને અનુરૂપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર ઘડવાનો તમારો ઇરાદો હોય તો તમારે માટે આ ખરેખર બહુ સારા સમાચાર છે.

કોર્સમાં ડેટા, ડેટાના પ્રકાર, ડેટા કલેકશન, ડેટા એનાલિસિસ, ડેટા વિઝ્યુલાઇઝેશન, મશીન આધારિત ન્યુરલ નેટવર્કનો પરિચય વગેરે વિષયો આવરી લેવાયા છે.

મહત્ત્વની વાત એ છે આ વિષયનું નોલેજ મેળવવા માટે સ્કૂલ ઉપરાંત બીજા ઘણા બધા સ્રોત છે. ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કરશો તો એઆઇ, પ્રોગ્રામિંગ, પાયથોન લેંગ્વેજ વગેરેની પાયાથી સમજ આપતા અનેક ટ્યુટોરિયલ્સ અને વીડિયોઝ મળી આવશે. આ વિષયમાં ઊંડો રસ જાગશે તો ભવિષ્યની સંભાવનાઓ અપાર છે.

ગુજરાત બોર્ડની શાળાઓ માટે પણ આ સમાચાર મહત્ત્વના છે. થોડાં વર્ષોમાં રાજ્ય સરકારે હજારો શાળામાં કમ્પ્યુટર લેબ ઊભી કરવાની તથા કમ્પ્યુટર શિક્ષકોને તાલીમબદ્ધ કરવાની પહેલ કરી છે. તેમ છતાં હજી પણ અખબારોમાં સમાચાર આવે છે કે અનેક શાળાઓમાં કમ્પ્યુટર્સ ધૂળ ખાતાં પડી રહ્યાં છે. શક્ય છે કે ઇન્ટરનેટ કનેકશન જેવી પાયાની સુવિધાના અભાવે આવું થતું હશે, પરંતુ એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે આપણે હજી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે ઓફિસ પ્રોગ્રામ્સ સમજવા કે સમજાવવાની મથામણમાં છીએ ત્યારે બાકીની દુનિયા ગજબની તેજ ગતિએ આગળ વધી રહી છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!