આપણે સૌ અત્યારે ફોર-જીમાંથી ફાઇવ-જી ટેકનોલોજીમાં કૂદકો મારવાની વાત કરી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજી જગતમાં હવે ટેન-જીની ચર્ચા શરૂ થઈ ગઈ છે!
બ્રોડબેન્ડ નેટવર્કની ટેન-જી ટેકનોલોજી હજી માત્ર થિયરીની વાત છે, પરંતુ તેમાં કેબલ ઇન્ટરનેટ નેટવર્ક પર ૧૦ જીબીપીએસની ઝંઝાવાતી સ્પીડ મળવાની શક્યતા છે. આ સ્પીડ ફાઇવ-જી કરતાં લગભગ ૧૦ ગણી વધુ અને યુએસની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ ૧૮ એમબીપીએસ કરતાં ૭૦૦ ગણી વધુ છે. ભારતમાં સરેરાશ ૧૦-૧૧ એમબીપીએસની સ્પીડ મળે છે. હમણાં અમેરિકામાં યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો ૨૦૨૦માં આ ટેન-જીની ખાસ્સી ચર્ચા ચાલી હતી.
