(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં તિજોરીની સુવિધા!

આમ તો પરિવારના બધા સભ્યો સાથે મળીને એક સાથે ટીવી પર એક જ કાર્યક્રમ જોતા હોય એવું હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે. ટીવી પર કોઈ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે તેની સામે પરિવારના સૌ સભ્યો બેઠા તો હોય પરંતુ દરેક પોત પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા હોય.

આઇપીએલ મેચ સૌ પોત પોતાની રીતે પોતાના સ્માર્ટફોનમાં જુએ એવો સંદેશો આપતી અને ‘‘બહોત હો ગયા પરિવાર પરિવાર’’ એવો મેસેજ આપતી ટીવી જાહેરાત પણ બતાવે છે કે આપણે સૌ પોતપોતાના સ્માર્ટફોનમાં પોતાની રીતે આગવી જિંદગી જીવવા તરફ આગળ વધી રહ્યા છીએ.

પરંતુ ભારતમાં અને વિશ્વના ઘણા ભાગોમાં સ્માર્ટફોનનો સહિયારો ઉપયોગ થતો હોય છે. પરિવારના સૌ સભ્યો એકબીજાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહેતા હોય છે. એમાં પણ લોકડાઉન પછી શરૂ થયેલા ઓનલાઇન એજ્યુકેશન અને અન્ય પ્રકારની ઓનલાઇન પ્રવૃ્ત્તિઓને કારણે સૌ કોઈ એકબીજાના સ્માર્ટફોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યા છે.

પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ હોય તો સ્માર્ટફોનમાંનું કશું ખાનગી રાખવાની જરૂર હોતી નથી પરંતુ એવું ચોક્કસ બને કે આપણે પોતાના સ્માર્ટફોનમાં કામકાજ સંબંધિત મહત્ત્વની ફાઇલ્સ સ્ટોર કરી હોય અને બાળકો ઓનલાઇન ક્લાસ દરમિયાન આપણા સ્માર્ટફોનનો ઉપયોગ કરે ત્યારે એ મહત્ત્વની ફાઇલ્સ એ ભૂલથી ડીલિટ કરી બેસશે એવી ચિંતા આપણને સતાવતી રહે.

અત્યાર સુધી સ્માર્ટફોનમાંના કોઈ ફોલ્ડરને સિક્યોર કરવાનો કોઈ સચોટ છતાં સરળ રસ્તો નહોતો. હવે આ સમસ્યા દૂર થઈ છે. ગૂગલની ફાઇલ્સ નામની એપ દ્વારા સ્માર્ટફોનમાંના કોઈ પણ ફોલ્ડરને ચાર ડિજિટના પીનથી લોક કરવાનો વિકલ્પ આપણને મળ્યો છે. ગૂગલ આ સગવડને સેફ ફોલ્ડર તરીકે ઓળખાવે છે. તમારે પોતાના સ્માર્ટફોનને અન્ય લોકો સાથે શેર કરવાનો ન થતો હોય તો પણ મહત્ત્વની ફાઇલ્સને આ રીતે વધુ સલામતી આપી શકાય છે.

  • તેનો ઉપયોગ કરવા માટે, ફોનમાં ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપ ન હોય તો ઇન્સ્ટોલ કરો.
  • એપ ઓપન કરો અને છેક નીચે ‘બ્રાઉઝ’ પર ક્લિક કરો.
  • નીચેની તરફ સ્ક્રોલ કરી, ‘કલેક્શન્સ’માં જાઓ.
  • તેમાં ‘સેફ ફોલ્ડર’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરો અને તમને યાદ રહે તેવો પિન બે વાર એન્ટર કરો.
  • હવે આ તમારું સેફ ફોલ્ડર છે અને તેમાંની ફાઇલ્સ તમે આપેલા પિન વિના કોઈ જોઈ શકશે નહીં.
  • આ ફોલ્ડરમાં ફાઇલ્સ મૂવ કરવા માટે, ફાઇલ્સ એપમાં, બ્રાઉઝમાં, ગ્રિડ વ્યૂમાં જાઓ અને જે ફાઇલ મૂવ કરવી હોય તેના વિકલ્પોમાં, ‘મૂવ ટુ સેફ ફોલ્ડર’નો વિકલ્પ મળશે.

‘સાયબરસફર’માં ફાઇલ્સ બાય ગૂગલ એપના ઉપયોગ વિશે વિગતવાર લેખ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!