સૌથી પહેલાં તો, અંક પ્રકાશનમાં વિલંબ બદલ માફ કરશો!
લોકડાઉનને કારણે મેગેઝિનનું પ્રિન્ટિંગ ખોરવાઈ જવાને કારણે, તાબડતોબ ડિજિટલ વર્ઝન માટેની વ્યવસ્થા કરવી એ તો પ્રમાણમાં સહેલું કામ હતું, પણ વેબસાઇટ પર તે ઓફલાઇન પણ વાંચવું શક્ય બનાવવું એ થોડું મુશ્કેલ હતું. એથી વધુ મુશ્કેલ કામ, પ્રિન્ટ મેગેઝિનના તમામ લવાજમધારક મિત્રોને ઓનલાઇન એક્સેસ આપવાનું હતું.
હવે આપણા રોજિંદા જીવનની જેમ ‘સાયબરસફર’નું પ્રકાશન પણ યથાવત થઈ જશે એવી અપેક્ષા રાખીએ. દરમિયાન વેબસાઇટમાં પણ આપનું વાંચન વધુ ને વધુ સહેલું બનાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ.
કોરોના વાઇરસના પ્રસાર પછી આપણા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને આપણી મહત્ત્વની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરવા માટે ઉપયોગી વિવિધ સર્વિસીઝનો આ પરિચય આ અંકમાં આવરી લીધો છે. હવે જેમને માટે શક્ય છે એ સૌએ પોતાના લેપટોપ જ પોતાની ઓફિસ બનાવી લેવાનો સમય આવી ગયો છે. એ દિશામાં ઉપયોગી થાય તેવી વિવિધ બાબતોનો આપણે ‘સાયબરસફર’માં સમાવેશ કરતા રહીશું.
આ મુશ્કેલ સમયમાં આપના સહકાર બદલ ઋણસ્વીકાર!
– હિમાંશુ

