(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમય મુશ્કેલ છે, પણ સ્થિતિ સારી છે!

કોરોનાના હાહાકાર દરમિયાન, તમે પણ ઘણા એવા લોકોના પરિચયમાં આવ્યા હશો, જેમણે લાંબા લોકડાઉન પછી પોતાની આવકનો એક માત્ર સ્રોત ગુમાવ્યો હોય. આવા લોકોએ કોઈ ને કોઈ નવું કામકાજ શરૂ કરવું પડ્યું છે.

મુશ્કેલીના આ દિવસોમાં આશાનું એક કિરણ છે – ઓનલાઇન રિસોર્સિઝનો વધતો ઉપયોગ. લોકો હવે ઘણા વધુ પ્રમાણમાં ઇન્ટરનેટ પર સક્રિય થયા છે અને એ કારણે, મુશ્કેલ પરિસ્થિતિમાં નવુંસવું કામકાજ શરૂ કરનારા લોકો માટે નવા કસ્ટમર્સ શોધવાનું પણ સહેલું બન્યું છે. આજના સમયમાં ફ્કત મોબાઇલથી શરૂ કરીને, પોતાનો આગવો ઇ-સ્ટોર શરૂ કરવા સુધીની સફર આપણે ધારીએ છીએ એટલી મુશ્કેલ નથી. શરૂઆતના તબક્કે ઘણું ખરું કામકાજ આપણે બિલકુલ મફતમાં અથવા તો એકદમ ટાઇટ બજેટમાં પણ કરી શકીએ છીએ. ફક્ત એ માટે દિશાસૂચનની જરૂર હોય છે.

આ વખતના અંકમાં, બિલકુલ નાના પાયે શરૂ કરેલા બિઝનેસ ધીમે ધીમે, એક એક પગથિયું ચડીને સારી ઊંચાઈએ કેવી રીતે લઈ જઈ શકાય તેનાં દરેક પગલાંની માંડીને વાત કરી છે. ‘સાયબરસફર’નો મૂળ હેતુ આ જ છે – રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ રિસોર્સીઝની પાયાથી, ઊંડાણભરી સમજ કેળવવી!

બિઝનેસને ઓનલાઇન ફેલાવવાના તમારા અનુભવો લખી મોકલશો તો ગમશે!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!