(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

શિક્ષણ વિસ્તારો યુટ્યૂબ પર

લોકડાઉનમાં સમય કેમ પસાર કરવો એની મૂંઝવણ હોય તો ગૂગલ ઇન્ડિયાની આ ભેટ તમારા માટે છે!

ઇન્ફર્મેશન ઓવરલોડ – ઇન્ટરનેટનું આ કદાચ સૌથી નબળું પાસું છે! આપણે મનમાં કોઈ એક સવાલ સાથે ગૂગલગુરુને શરણે જઈએ પણ એ તેના ‘એક નહીં, હજારો કે લાખો’ જવાબ આપે! આપણા સવાલનો સૌથી સચોટ જવાબ કઈ વેબસાઇટના કયા વેબપેજ પર મળશે એ નક્કી કરવાની ગૂગલની પોતાની જબરી અટપટી રીત છે, પણ સરવાળે થાય એવું કે આપણે વધુ ને વધુ ગૂંચવાઈએ.

એટલે જ ઇન્ટરનેટ પર એક મજાનો ટ્રેન્ડ શરૂ થયો – કન્ટેન્ટ ક્યુરેશન! એટલે કે ઇન્ટરનેટ પરના અપાર માહિતી સાગરમાંથી, આપણે કામની બાબતો, જે તે વિષયના નિષ્ણાતો પોતે જ તારવીને આપણી સમક્ષ મૂકે.

ઇન્ફર્મેશન ઓવરલોડ અને તેનો સામનો કન્ટેન્ટ ક્યુરેશનથી કરવાનાં ઇન્ટરનેટ પર અનેક ઉદાહરણ મળે, એમાંનું એક છે યુટ્યૂબ.

યુટ્યૂબ પોતે કહે છે કેમ દુનિયાની દર ત્રીજી વ્યક્તિ યુટ્યૂબની યૂઝર છે! યુટ્યૂબ પર દરરોજ એક અબજ કલાકનું કન્ટેન્ટ લોકો જુએ છે! દેખીતું છે કે યુટ્યૂબ પર વીડિયોનું પ્રમાણ અને વૈવિધ્ય પર અપાર હોય તો જ તેનો આટલો વ્યાપ શક્ય બને.

આમાંથી આપણે કામના વીડિયો શોધવા કઈ રીતે? યુટ્યૂબનું પોતાનું સર્ચ એન્જિન છે, તેનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવાના કેટલાક રસ્તા પણ છે, છતાં એ પૂરતા નથી. ઉપરાંત, યુટ્યૂબની એક ‘સુવિધા’ એવી પણ ખરી કે તમે કોઈ એક પ્રકારનો વીડિયો જુઓ એટલે એના જેવા જ બીજા વીડિયો સિસ્ટમ સામે ચાલીને આપણને બતાવવા લાગે. આ બેધારી તલવાર છે – આપણને કામનો વીડિયો જોયો હોય તો આ સુવિધા કામની, બાકી એ નાકે દમ લાવી દે!

આ બધી સમસ્યાના ઉપાય તરીકે અને ખાસ તો, કોરોના વાઇરસ સામેના લોકડાઉન સમયે કોઈ પણ ઉંમરના વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં એ માટે યુટ્યૂબ પર, ખાસ ભારત માટે ‘યૂટ્યૂબ લર્નિંગ ડેસ્ટિનેશન’ (www.youtube.com/learning) લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, એજ્યુકેટર્સ અને ફક્ત જિજ્ઞાસુ લોકોને ધ્યાનમાં રાખીને,  વિવિધ પ્રકારના વિષયો મુજબના વીડિયો ક્યુરેટ એટલે કે એકઠા કરીને રજૂ કરવામાં આવ્યા છે.

અહીં મેથ્સ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સ્કૂલ સબ્જેક્ટ્સથી માંડીને ફોટોગરાફી, ગાર્ડનિંગ, ઇંગ્લિશ કન્વર્સેશન્સ, વિવિધ ડુ-ઇટ-યોરસેલ્ફ જેવા પ્રોજેક્ટસ વગેરે કેટેગરીમાં વીડિયો કલેક્શન રજૂ કરાયાં છે.  આ વીડિયો અત્યારે ઇંગ્લિશ અને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, બંગાળી અને મરાઠીમાં છે, અન્ય ભારાતીય ભાષાઓ ટૂંક સમયમાં ઉમેરાશે. યુટ્યૂબ પર શું જોવું એની મૂંઝવણ અનુભવતા હો તો અહીંથી શરૂઆત કરો, આગળ આગળ તો બીજી ઘણી ચેનલ્સમાં  ઊંડા ઊતરવાનું મન થશે!


આ બધા વીડિયો જુદી જુદી ચેનલ્સના ભાગ છે અને લાંબા સમયથી યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. ફક્ત એ દરેકને નવેસરથી એકઠા કરીને આ ચેનલમાં રજૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ વીડિયો તમને એ પ્રકારના બીજા અનેક  વીડિયો તરફ દોરી જશે.

ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, મ્યુઝિક, ડુ-ઇટ-યોરસેલ્ફ વગેરે કેટેગરીના વીડિયો,
કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે.


અભ્યાસના મૂળ વિષયો ઉપરાંત, અસરકારક રીતે કેમ શીખવું,
કઈ રીતે રીવિઝન કરવું વગેરે સમજાવતા વીડિયો

પૃથ્વી પરના વિવિધ જીવોની રચના, કાર્યો અને તેમના
પર્યાવરણની વિવિધ આંટીઘૂંટીઓ સમજાવતા વીડિયો

જુદી જુદી કુદરતી બાબતોથી લઈને રોજબરોજની ચીજવસ્તુઓ
પાછળ છુપાયેલું ભૌતિકશાસ્ત્ર સમજાવતા વીડિયો

એલજિબ્રાથી તમે ગૂંચવાતા હો તો તેના બેઝિક્સથી માંડીને
જુદા જુદા કન્સેપ્ટસની સરળ સમજ આપતા વીડિયો

મીઠાથી ખોરાક સ્વાદિષ્ટ કેમ બને? ઠંડીમાં મોંમાંથી ધુમાડો કેમ નીકળે?
શરીરમાં બનતાં કેમિકલ્સ… વગેરે જિજ્ઞાસા સંતોષતા વીડિયો

આપણી આસપાસ, ચોતરફ દરેક બાબતમાં છુપાયેલા વિજ્ઞાનનાં
મજેદાર રહસ્યો છતાં કરતાં પ્રોજેક્ટ્સ સંબંધિત વીડિયો

સાચું ભણતર અને ઘડતર શાળા-કોલેજ પછી પણ ચાલતું રહે છે,
કારકિર્દીમાં આગળ વધવાને લગતું માર્ગદર્શન આપતા વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!