વોટ્સએપમાં હવે ક્યુઆરકોડની મદદથી આપણી સંપર્ક વિગતો અન્યને મોકલી શકાય છે કે બીજાનો કોડ સ્કેન કરી, તેમની વિગત આપણા ફોનમાં ઉમેરી શકાય છે. તમારા ફોનમાં વોટ્સએપ અપડેટેડ છે તેની ખાતરી કરીને નીચેનાં પગલાં લઈ શકાય.
તમારો પોતાનોક્યુઆર કોડ જોવા માટે વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ.
તમારા નામની જમણી બાજુ ક્યુઆર કોડનો આઇકન દેખાશે.
તેને ક્લિક કરતાં, ‘માય કોડ’ ટેબ હેઠળ તમારો કોડ જોવા મળશે. આ કોડ તમે કોઈ પણ રીતે અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકો છો. તેમને વોટ્સએપ જ કરો, તો તેઓ તેની લિંક પર ક્લિક કરી, તમારી કોન્ટેક્ટ ડિટેઇલ્સ પોતાના ફોનમાં ઉમેરી શકે છે.
બીજી વ્યક્તિ આપણી સામે જ હોય તો તેમના વોટ્સએપ ક્યુઆર કોડ સ્કેન કરવા માટે, આ જ રીતે તમારા ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ. અહીં ‘માય કો઼ડ’ને બદલે ‘સ્કેન કોડ’ ટેબમાં જાઓ, કોડ સ્કેન કરો અને વિગતો ઉમેરો.
બધા નહીં, પરંતુ કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ્સ એપમાં પણ આવી સુવિધા હોય છે. તેમાં તમારા પોતાના ફોનનંબરના એડિટ પેજ પર પહોંચતાં, છેક નીચે આપણે ઉમેરેલી બધી જ કોન્ટેક્ટ ડિટેઇલ ધરાવતો ક્યુઆર કોડ મેળવી શકાય છે. તેને અન્ય વ્યક્તિ સ્કેન કરીને આ વિગતો પોતાના ફોનમાં ઉમેરી શકે છે.
