(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માનવશરીરની અંદર સફર!

માનવશરીરની અંદર શું છે એ આમ તો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સના રસનો વિષય છે, પણ કોરોનાના પ્રતાપે આપણને સૌને પણ `ઇમ્યુનિટી સિસ્ટમ’ વિશે જાણવામાં ઊંડો રસ પડી ગયો છે!

લોકડાઉન દરમિયાન, આપણે સૌ ઘરમાં પૂરાયેલા હતા ત્યારે માનવશરીરમાં ઊંડા ઊતરવાનો એક નવો રસ્તો પણ મો, જે હજી પણ તમે તપાસી શકો છો.

`સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે વર્ચ્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) વિશે ઘણી વાતો કરી ગયા છીએ. દુનિયાની બધી ટેક કપનીઝને આ બંન ટેકનોલોજીમાં ખાસ્સો રસ પડ્યો છે.

વીઆર અને એઆરને વધુ ઉપયોગી બનાવવાની દિશામાં આગળ વધતાં, હમણાં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક એઆર એક્સ્પિરીયન્સ ઉમેર્યો છે.

જેને કારણે, તમે Lion કે Tiger જેવું કઈક ગૂગલમાં સર્ચ કરો તો તેના સામાન્ય સર્ચ રિઝલ્ટ ઉપરાંત, આ પ્રાણીઓને ઓગમેન્ટેડ રિયાલિટીમાં, ૩ડી વ્યૂમાં જાેવાની તક પણ મળે.

જાે તમારો ફોન એઆર ટેક્નોલોજીને સપોર્ટ કરતો હોય તો `વ્યૂ ઇન યોર સ્પેસ’ પર ક્લિક કરતાં, સિંહ કે વાઘ આપણા ઘરના ડ્રોઇંગ રૂમમાં ઊભો હોય એ રીતે જાેઈ શકાય! વાત ૩ડીની છે એટલે આંગળીના ઇશારે સિંહને ચોતરફ ફેરવીને જાેઈ શકાય, ઉપરાંત સિંહની સ્ટેટિક ઇમેજ નહીં પણ `લાઇવ’ સ્વરૂપે જાેઈ શકાય. જાે ફોન એઆર સપોર્ટ ન કરતો હોય તો આ બધું વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં જાેઈ શકાય. આમ સંખ્યાબંધ પ્રાણીઓ ૩ડી વ્યૂમાં જાેઈ શકાય છે.

અલબત્ત, વાત ગૂગલ જેવી ટેક કપનીની હોય એટલે દેખીતું છે કે વાત માત્ર બે-ઘડીની રમતથી અટકે નહીં.ગૂગલે હવે આ રમત ઘણી વિસ્તારી છે. આ માટે બાયોડિજિટલ. () નામની એક કપનીની મદદ લેવામાં આવી છે. આ કપનીએ મેડિકલ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ માટે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી વ્યવસ્થા વિક્સાવી છે. તેણે એક ઇન્ટરઅક્ટિવ ૩ડી સોફ્ટવેર પ્લેટફોર્મ વિક્સાવ્યું છે, જેની મદદથી હ્યુમન એનેટોમી એટલે કે માનવશરીરની સંપૂર્ણ રચના, તેનાં વિવધ અવયવતંત્રો વગેરે જાેઈ-સમજી શકાય છે, તેમ જ રોગનાં કારણ, તેની શરીર પર અસર અને  સારવાર વગેરેને વિઝ્યુઅલાઇઝ કરી શકાય છે. દેખીતું છે કે આપણને  `વિઝ્યુઅલાઇઝ’ વાળી વાતમાં રસ પડે!

ગૂગલે આ કપનીના સાથમાં, મોબાઇલમાં ગૂગલ સર્ચ રિઝલ્ટના પેજ પર જ, શરીરની વિવિધ સિસ્ટમને ૩ડી વ્યૂમાં જાેવાની સગવડ કરી આપી છે. આથી, તમે તમારા મોબાઇલમાં circulatory system કે respiratory system સર્ચ કરો તો અન્ય રિઝલ્ટની સાથોસાથ એક બોક્સમાં તેનો ૩ડી વ્યૂ જાેવાની તક મળે.

એ પેજ પર ગયા પછી આ પ્રકારનાં અન્ય મોડેલ્સની લિંક્સ પણ મળે.ફરી, જાે તમારો ફોન એઆર સપોર્ટ કરતો હોય તો તમે ઘરમાં ફ્રિજની બાજુમાં હ્યુમન સ્કેલેટન એટલે કે હાડપિંજર ઊભું કરી શકો અને તેને આમતેમ ફેરવીને કુદરતની અદભુત કરામતનો ખરેખર નિકટનો પરિચય મેળવી શકો.

અલબત્ત, ગૂગલ સર્ચ પરથી જે મોડેલ્સ જાેવા મળે તેને જાેયા પછી વધુ જિજ્ઞાસા જાગે તો `વિઝિટ’ બટન ક્લિક કરી,  મૂળ સાઇટ પર જવા જેવું છે. અહીં તમે ઘણી બારીક રીતે શરીરના જે તે તંત્રમાં ઊંડા ઊતરી શકશો. ડેસ્કટોપ વર્ઝનમાં, ફ્રી એકાઉન્ટથી લોગ-ઇન થઈને  હજી વધુ જાણી શકશો.


સાઇટ પર નેવિગેશન કેવી રીતે કરશો?

મોબાઇલ કે પીસીમાં human.biodigital.com સાઇટ પર, કોઈ પણ સિસ્ટમ ઓપન કર્યા પછી, માઉસથી ક્લિક-ડ્રગ કરીને કે આંગળીથી એનેટોમીનો વ્યૂઇંગ એંગલ બદલી શકાશે.

પીસીમાં માઉસ સ્ક્રોલ અપ કે ડાઉન કરીને ઝૂમ-ઇન કે આઉટ કરી શકાશે. મોબાઇલમાં આ જ કામ આંગળીથી કરી શકાશે.

આખેઆખી એનેટોમીની જગ્યા બદલવી હોય, તો પીસીમાં શિફ્ટ કી પ્રેસ કરી, માઉસથી ડ્રેગ કરો. મોબાઇલમાં એક સાથે બે આંગળીથી ડ્રેગ કરીને એનેટોમીની પોઝિશન બદલી શકાશે.

જુદા જુદા ભાગ ક્લિક કરીને માત્ર એ જ દેખાય એવું પણ કરી શકાશે. જેમ કે હૃદયના વિવિધ ભાગ પર ક્લિક કરી, તેના વિશે વધુ જાણી શકાશે. પીસીમાં દરેક ભાગ વિશે ઘણી વિસ્તૃત માહિતી મળશે.

સાઇટ પર ઉપલબ્ધ છે અસંખ્ય મોડેલ્સ

દરેક રચના જોતી વખતે એક ટૂલબાર ઓપન કરી શકાય છે. તેની મદદથી તમે ૩ડી વ્યૂઇંગ એક્સ્પિરીયન્સમાં વધુ કંટ્રોલ મેળવી શકશો.

આ સાઇટ પર ફ્રી એકાઉન્ટ બનાવ્યા પછી તમે વધુ એનિમેશન્સ કે મોડેલ્સ જોઈ શકશો. અલબત્ત, આ સાઇટ મુખ્યત્વે મેડિકલ પ્રોફેશનલ્સ માટે છે એટલે ઘણું કન્ટેન્ટ પેઇડ મેમ્બરશીપ પછી જોઈ શકાય છે. પ્રોફેશનલ્સ, આ મોડેલ્સનો ઉપયોગ કરીને પોતાની રીતે ટ્યુટોરિયલ્સ બનાવી શકે છે. https://www.biodigital.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!