(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ એજમાં ગેમની મજા

આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરમાં એક ડાઇનોસોરની ગેમ સામેલ કરી છે. આપણા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન ન મળતું હોય ત્યારે આ ગેમ રમી શકાય છે. માઇક્રોસોફ્ટે પણ તેના એજ બ્રાઉઝરમાં આવી એક ગેમ ઉમેરી છે.

આ ગેમ ઓફલાઇન પણ ચાલે છે. માઇક્રોસોફ્ટ એજમાં તેને લોન્ચ કરવા માટે આપણે એડ્રેસ બારમાં edge://surf ટાઇપ કરવું પડે છે. આટલું કરતાં જો તમારું એજ બ્રાઉઝર અપડેટેડ હશે તો તેમાં આ ગેમ લોન્ચ થઈ જશે.

પછીની વાત તો બહુ સહેલી છે. જૂના જમાનામાં ‘સ્કીફ્રી’ નામની એક ગેમ ખાસ્સી લોકપ્રિય હતી, એ જ આ ગેમ છે. પાણી પર સર્ફિંગ બોર્ડ પર સ્કીઇંગની મજા આપતી આ ગેમ આપણે સ્પેસબાર દબાવીને ચાલુ કરી શકીએ છીએ અને પછી ડાબા જમણા એરોની મદદથી પ્લેયરને આગળ ધપાવવાનો રહે છે. આપણી જુદા જુદા સર્ફર્સ સાથે રેસ હોય, માર્ગમાં જુદા જુદા અવરોધ આવતા જાય, તેનાથી આપણે બચવાનું અને વધુમાં વધુ અંતર કાપવાનો પ્રયાસ કરવાનો.

ઓફિસ કામ કે અન્ય સર્ફિંગથી કંટાળ્યા હોઇએ ત્યારે બે ઘડી ગમ્મત માટે આ ગેમ મજાની છે. પરંતુ ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય ત્યારે આ ગેમ આપોઆપ સ્ક્રીન પર લોડ થતી હોત તો તેની મજા જુદી હોત.

ગૂગલ ક્રોમ (પીસી અને મોબાઇલ, બંને)માં ઇન્ટરનેટ કનેકશન ઉપલબ્ધ ન હોય ત્યારે આ ગેમ તરત, આપોઆપ આપણી સામે આવે છે.

કંટાળો આવતો હોય કે બ્રાઉઝરમાં ઇન્ટરનેટ કનેકશન ઉપલબ્ધ ન હોય ત્યારે એડ્રેસબારમાં ટાઇપ કરવા માટે આ ગેમનું સરનામું આપણને યાદ આવે એવી શક્યતા ઓછી છે.

સ્માર્ટ રીતે યૂઝર એક્સપિરિયન્સ ડેવલપ કરતી વખતે આવી નાની નાની બાબતો જ આપણે બીજા કરતાં આગળ રાખી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!