(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મજાના વોલપેપર, એક્સ્ટ્રા લાભ સાથે

સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?!

પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ ખાસ્સું બેટરી ખાતું લાઇવ વોલપેપર જોવા મળતું નથી. પરંતુ ફોનને અવનવા સ્ટેટિક વોલપેપરથી સજાવવાનો મહિમા હજી પણ અકબંધ છે.

પ્લેસ્ટોરમાં જઇને વોલપેપર સંબંધિત સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી શકાય છે.

અલબત્ત આ બધામાં ગૂગલની પોતાની વોલપેપર એપ જરા અલગ તરી આવે છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં જુદા જુદા પ્રકારના વોલપેપર રોજે રોજ બદલાય એવું ઇચ્છતા હો તો ગૂગલ વોલપેપર એપ ડાઉનલોડ કરી લો. આ એપ ડાઉનલોડ કરીને તમે લોન્ચ કરશો એટલે તેમાં મથાળે તમે ઓલરેડી કોઈ વોલપેપર સેટ કરેલ હશે તો તે જોવા મળશે.

આ એપની ખરી મજા તેમાં રહેલી આર્ટ, અર્થ, લેન્ડસ્કેપ્સ, સીટી સ્કેપ્સ, લાઇફ, ટેક્સચર્સ, સોલિડ કલર્સ કે લાઇવ વોલપેપર્સ કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરી પસંદ કરવામાં છે.

મજા એ છે કે આમાંની કોઈ પણ કેટેગરી આપણે સિલેક્ટ કરીએ પછી જોવા મળતા ઓપ્શનમાં ડેઇલી વોલપેપરના વિકલ્પને ઓન કરી દઈએ તો આ એપ તેને જ્યારે પણ વાઇ-ફાઇ કનેકશન મળે ત્યારે એ કેટેગરીમાંની નવી ઇમેજ આપોઆપ ડાઉનલોડ કરીને રોજે રોજ વોલપેપર બદલતી રહેશે.

આટલી સુવિધા તો આપણને બીજી એપમાં મળી શકે, પણ વાત ગૂગલની છે એટલે તેમાં ઇન્ટરનેટ પર આગળ વધવાની સુવિધા ન હોય એવું બની ન શકે. આપણને જે નવા વોલપેપર વિશે વધુ જાણવામાં રસ પડે તેને ગૂગલ વોલપેપર એપમાં ઓપન કરીને એ ઇમેજના મૂળ સ્ત્રોત સુધી પહોંચી શકીએ છીએ અને તેના વિશે થોડી વધુ માહિતી મેળવી શકીએ છીએ. આ એપમાં અર્થ કેટેગરી સિલેક્ટ કરતાં એપ ગૂગલ અર્થની મદદથી પૃથ્વીના વિવિધ ભાગની રસપ્રદ ઇમેજીસ આપણને વોલ પેપર તરીકે બતાવે છે અને એ દરેક ઇમેજને વોલપેપર એપમાં ક્લિક કરીને આપણે મેપ્સ પર એ ચોક્કસ જગ્યા સુધી પહોંચી શકીએ છીએ.

રોજ કંઇક નવું જોવું અને જાણવું હોય તો આ એપ ખરેખર મજાની છે.

(‘સાયબરસફર’ના જુલાઈ, ૨૦૧૭ અંકમાંથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!