(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફ્રી ટ્રાયલ વહેલી કેન્સલ કરો

ઇન્ટરનેટ કે એપ્સમાં હવે લગભગ બધી જ જગ્યાએ બે પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે – ફ્રી અને પેઇડ. ઘણી સાઇટ્સ પર, ખાસ કરીને ન્યૂઝ મીડિયાની સાઇટ્સ પર મહિનામાં અમુક નિશ્ચિત સંખ્યામાં ફ્રી આર્ટિકલ્સ વાંચી શકાય છે, ત્યાર પછી વધુ વાંચવા માટે પેઇડ લવાજમ ભરવું પડે છે. આ સિવાય ફોટોગ્રાફ, વેબસાઇટ્સની થીમ વગેરે પ્રકારનું કન્ટેન્ટ આપતી સાઇટ્સ પર પણ ફ્રી અને પેઇડ સબસ્ક્રિપ્શનની સગવડ હોય છે.

સામાન્ય રીતે, ફ્રી એકાઉન્ટ કે ટ્રાયલ શરૂ કરવાના પણ બે પ્રકાર હોય છે. માત્ર પ્રાથમિક માહિતી આપીને તે કરી શકાય અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપ્યા પછી જ ફ્રી ટ્રાયલ શરૂ કરી શકાય. આવું થોડું જોખમી બની શકે કેમ કે જો તમે ટ્રાયલ પિરિયડ પૂરો થાય તે પછી પેઇડ એકાઉન્ટ શરૂ કરવા માગતા ન હો, પણ ફ્રી ટ્રાયલ પૂરી થાય તે પહેલાં ટ્રાયલ કેન્સલ કરવાનું ભૂલી જાઓ તો તમારા ક્રેડિટ કાર્ડમાંથી રકમ આપોઆપ કપાઈ જાય છે અને તમારું ફ્રી એકાઉન્ટ, પેઇડમાં ફેરવાઇ જાય છે!

હજી પણ બે શક્યતા છે. જો તમે ફ્રી ટ્રાયલ પૂરી થાય તે પહેલાં તેને કેન્સલ કરો તો તે ત્યારે જ પૂરી થઈ જા, અથવા, કેન્સલ કર્યા પછી પણ નિશ્ચિત સમયમર્યાદા પછી જ પૂરી થાય. આવી સગવડ મળતી હોય, તો ફ્રી એકાઉન્ટ ખોલાવી, તરત જ કેન્સલ કરાવી લેશો તો ઇચ્છા વિના પેમેન્ટ કરવાનો વારો આવશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!