(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક-જિઓનું જોડાણ અને વોટ્સએપની પહોંચ : ભારતમાં ઈ-કોમર્સ ચિત્ર બદલશે

ફેસબુકે ભારતની ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિઓમાં ગંજાવર રોકાણ કર્યા પછી ભારતમાં ઈ-કોમર્સ અને ઓનલાઇન રિટેઇલિંગ સેક્ટરમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. આમ તો રિલાયન્સે પહેલાં ‘રિલાયન્સ સ્માર્ટ’ અને પછી ‘રિલાયન્સ માર્ટ’ નામે રીટેઇલ સ્ટોર્સ શરૂ કર્યા ત્યારથી તેના ઓનલાઇન સ્વરૂપની રાહ જોવાઈ રહી હતી.

જિઓની મદદથી મોબાઇલ ઇન્ડસ્ટ્રી બદલ્યા પછી, રિલાયન્સ ઓનલાઇન શોપિગનું સ્વરૂપ પણ બદલી નાખશે એ નક્કી જ હતું. પરંતુ હવે આખી વાતમાં ફેસબુકનું પરિમાણ ઉમેરાતાં વાતમાં રસપ્રદ વળાંક આવ્યા છે.

રિલાયન્સે જિઓ માર્ટ નામે કરિયાણાની ઓનલાઇન સર્વિસ, પ્રાયોગિક ધોરણે નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં શરૂ કરી છે. જિઓ માર્ટની થોડા સમયમાં એપ લોન્ચ થવાની શક્યતા હતી, પણ હવે કદાચ વોટ્સએપ પર જ તેનું આગમન થાય તો પણ નવાઈ નહીં.

એ ઉપરાંત, વોટ્સએપ પર યુપીઆઇ પેમેન્ટ વ્યવસ્થા બિલકુલ તૈયાર હોવા છતાં, ડેટાના લોકલ સ્ટોરેજના મુદ્દે વાત અટકેલી હતી. હવે ફેસબુકને જિઓ સ્વરૂપે લોકલ પાર્ટનર મળી જતાં આ અંતરાય પણ દૂર થયો છે (અલબત્ત વાત હજી અદાલતમાં છે). પરિણામે જિઓ માર્ટ માટે વોટ્સએપ પર ઓર્ડર આપી, વોટ્સએપ પર જ રકમની ચુકવણી પણ શક્ય થશે.

જોકે રિલાયન્સ વાસ્તવિક કરિયાણા સ્ટોર્સને આ આખી વ્યવસ્થામાં સામેલ કરવાની હોવાથી, લોકલ સ્ટોર્સને બિઝનેસ ગુમાવવાની ચિંતાને બદલે, લાભ થાય એવી પૂરી શક્યતા છે. જોકે સરેરાશ યૂઝર્સ માટે ડેટાની પ્રાઇવસી ચિંતાનો વિષય બનશે કેમ કે વધુમાં વધુ ડેટા કોઈ એક જ કંપની (કે તેની સહયોગી કંપનીઝ)ના હાથમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!