કોરોના મહામારીને કારણે બધી ટેક કંપનીનાં સોફ્ટવેર-હાર્ડવેરનાં નવા વર્ઝન લોન્ચનાં પ્લાનિંગ ખોરવાયાં છે, તેમ છતાં, એપલ આ વર્ષના અંત સુધીમાં આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ કરે તેવી શક્યતા છે.
નોંધપાત્ર વાત છે કે કે આઇફોનમાં, પ્રમાણમાં સસ્તી એસઇ સીરિઝ લોન્ચ કર્યા પછી, એપલ આઇપેડને પણ ‘એફોર્ડેબલ’ બનાવે તેવી શક્યતા છે. આ નવું આઇપેડ ૧૦.૮ ઇંચનું હોય તેવી શક્યતા છે. એ સાથે, આવતા વર્ષની શરૂઆતમાં એપલસ ૮.૫ એન ૯ ઇંચની વચ્ચેની સાઇઝ સાથે, આઇપેડ મિનિનું નવું વર્ઝન પણ રજૂ કરે તેવી શક્યતા છે.
