(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પોતાનું ‘પીપલ કાર્ડ’ બનાવો

આપણું ડિજિટલ વિઝિટિંગ કાર્ડ ગૂગલ પર બનાવવું બિલકુલ સહેલું છે. એ માટે પીસીમાં, ગૂગલમાં લોગ-ઇન થઈને અથવા મોબાઇલમાં ગૂગલ એપ કે ક્રોમ બ્રાઉઝરમાં પોતાનું નામ સર્ચ કરો અથવા ‘add me to search’ લખીને સર્ચ કરો (નામ સર્ચ કરતાં, તમારા વિશે ઇન્ટરનેટ પર કોઈ માહિતી હશે તો એ પણ જોવા મળશે). એ સાથે, ગૂગલ સર્ચમાં તમારી વિગતો ઉમેરવાનું સૂચન જોવા મળશે. અહીંથી આગળની વિધિ આગળના પાને સ્ટેપ-બાય-સ્ટેપ વર્ણવી છે.

એ ઉપરાંત, કેટલીક મહત્ત્વની વાતો પહેલાં જાણી લઈએ…

  • દરકે ગૂગલ એકાઉન્ટ દીઠ, માત્ર એક પીપલ કાર્ડ બનાવી શકાય છે.
  • પીપલ કાર્ડ બનાવવા માટે, આપણે પોતાનો નંબર આપવો જરૂરી છે (તમે ચાહો તો ફોન નંબર પછી બદલી શકો છો અથવા નંબર ન દેખાય એવું કરી શકો છો).
  • તમારા કાર્ડમાં તમે પોતાનું નામ, ઈ-મેઇલ (ગૂગલ એકાઉન્ટ સિવાયનું બીજું આપી શકાતું નથી), વેબસાઇટ હોય તો તેનું એડ્રેસ, ફેસબુક, ટ્વીટર, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે પરનાં તમારાં એકાઉન્ટની વિગત વગેરે આપી શકો છો.
  • એ ઉપરાંત, તમે પોતાના વિશે ટૂંકી ઓળખ આપતું લખાણ પણ ઉમેરી શકો છો.
  • તમે ચાહો ત્યારે પોતાનું પીપલ કાર્ડ ડિલીટ કરી શકો છો.
  • તમારા નામે બીજી કોઈ વ્યક્તિ બનાવટી કાર્ડ બનાવી લે તો એ વિશે તમે રિપોર્ટ કરી શકો છો.

થોડા જ સમયમાં, કોઈ પણ વ્યક્તિ તમારું નામ ગૂગલમાં સર્ચ કરશે તો તેમને તમારું આ ડિજિટલ વિઝિટિંગ કાર્ડ જોવા મળશે!

ગૂગલની આ સર્વિસ વ્યક્તિગત પ્રોફાઇલ માટેની છે. લોકો તમારા વેપાર કે વ્યવસાયને બદલે તમારા વિશે નામથી સર્ચ કરે તેવી વધુ શક્યતા હોય તો તમને પીપલ કાર્ડ વધુ ઉપયોગી છે. અહીંથી જ તમે બિઝનેસ પ્રોફાઇલ પણ ઉમેરી શકો છો.

ગૂગલની આ સર્વિસ વ્યક્તિગત પ્રોફાઇલ માટેની છે. લોકો તમારા વેપાર કે વ્યવસાયને બદલે તમારા વિશે નામથી સર્ચ કરે તેવી વધુ શક્યતા હોય તો તમને પીપલ કાર્ડ વધુ ઉપયોગી છે. અહીંથી જ તમે બિઝનેસ પ્રોફાઇલ પણ  ઉમેરી શકો છો.

ગૂગલમાં પોતાનું નામ કે ‘‘add me to search’ સર્ચ કરતાં ગૂગલ સર્ચ
માટે પીપલ કાર્ડ બનાવવાનું સૂચન જોવા મળશે.

ગૂગલ પરના પબ્લિક પ્રોફાઇલમાં તમે કેવી કેવી વિગતો ઉમેરી શકો તે જણાવવામાં આવશે.
એ પછી, તરત તમારો મોબાઇલ નંબર વેરિફાય કરાશે.

ફોન નંબર ફક્ત વેરિફિકેશન માટે જરૂરી છે.  તમે ગૂગલ એકાઉન્ટમાં પહેલેથી
જે નંબર આપ્યો હોય તેના સિવાયનો નંબર પણ આપી શકો છો.


વ્યક્તિગત પ્રોફાઇલ ઉપરાંત, અહીંથી તમે ગૂગલની માય બિઝનેસ સર્વિસમાં
તમારા બિઝનેસની વિગતો ઉમેરી શકો છો, જે સર્ચ અને મેપ્સમાં દેખાશે.

તમારો ફોન નંબર વેરિફાય થયા પછી તમે પોતાનું પીપલ કાર્ડ બનાવી શકશો. આ વેરિફિકેશનને કારણે, બીજી વ્યક્તિ તમારા નામનું કાર્ડ બનાવી શકશે નહીં, પરંતુ તમારા જેવું જ નામ ધરાવતી વ્યક્તિ પોતાની વિગતો સાથે આવું કાર્ડ બનાવી શકશે. જોકે અન્ય વિગતોથી લોકો તમને ઓળખી શકે છે.

અહીં ફોન નંબર બદલી શકાય છે, પરંતુ ગૂગલ એકાઉન્ટ સિવાયનું ઈ-મેઇલ એડ્રેસ આપી શકાશે નહીં.

તમે ઇચ્છો ત્યારે તમારું નામ સર્ચ કરી, પોતાના પીપલ કાર્ડને એડિટ કે ડિલીટ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!