આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે.
ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય.
આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ કે એક્સેલ ફોર્મેટમાં કન્વર્ટ કરી આપતી ઘણી સર્વિસ મળી આવશે. પરંતુ આવી થર્ડ પાર્ટી સર્વિસમાં આપણે આપણા ડોક્યુમેન્ટને અપલોડ કરવું પડે. એવું તમે કરવા ન માગતા હો તો તમારા ગૂગલ એકાઉન્ટની મદદથી, ગૂગલ ડ્રાઇવમાં પણ આ કામ થઈ શકે છે.
એ માટે, તમારી પીડીએફ ફાઇલને તમારી ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી તેમાં ઓપન કરો.
આથી આ ફાઇલ ગૂગલ ડ્રાઇવમાંના પીડીએફ વ્યૂઅરમાં ઓપન થશે.
તેમાં મથાળે ‘ઓપન વિથ’ એવો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરી, ‘ઓપન વિથ ગૂગલ ડોક્સ’નો વિકલ્પ પસંદ કરો.
આથી, તમારી પીડીએફ ફાઇલને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરશે અને તેમાંની ટેક્સ્ટને એડિટ કે ગમે ત્યાં કોપી-પોસ્ટ કરી શકશો. આ ડોક્યુમેન્ટને માઇક્રોસોફ્ડ વર્ડ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકાશે.

